Rajkot: મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં રાજકોટ પ્રાદેશિક નગરપાલિકાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

તા.૧૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રીશ્રી મનીષાબેન વકીલની ઉપસ્થિતિમાં રાજકોટ પ્રાદેશિક નગરપાલિકાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીશ્રીએ રાજકોટ શહેર વિશે ચિતાર મેળવ્યો હતો.
આ બેઠકમાં મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાએ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત રાજકોટ શહેરમાં પ્રગતિ હેઠળના વિકાસ કાર્યો અને આગામી સમયમાં થનારા વિકાસ કાર્યો સંદર્ભે જરૂરી સૂચના આપી હતી.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદે મંત્રીઓનું અભિવાદન કર્યું હતું. આ વેળાએ ધારાસભ્યો શ્રી ભાનુબેન બાબરીયા અને શ્રી રમેશભાઈ ટીલાળા, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર શ્રી મહેશ જાની, અધિક કલેક્ટર શ્રી ઇલાબેન આહિર ચૌહાણ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.




