ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ નગરમાં સ્કુલના માર્ગ પર ખુલ્લી ગટરમાં રીક્ષાનુ ટાયર ફસાયુ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ નગરમાં સ્કુલના માર્ગ પર ખુલ્લી ગટરમાં રીક્ષાનુ ટાયર ફસાયુ

મેઘરજ નગરમાં મોડેલ સ્કુલ તરફના માર્ગ પર ખુલ્લી ગટરમાં રિક્ષાનુ ટાયર ફસાતાં રિક્ષામાં બેસેલ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ગટર પર વહેતા પાણીને કારણે વાહન ચાલકોને ખાડાની જાણ થતી નથી જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે મેઘરજ નગરમાં મુખ્ય માર્ગથી મોડેલ સ્કુલ તરફના રસ્તા પર વારંવાર અકસ્માતો સર્જાયછે આજે મુસાફરો ભરેલી રિક્ષા ફરી એક વાર ખુલ્લી ગટરમાં પડી હતી સદનસીબે મુસાફરોને સુરક્ષીત રીતે રિક્ષાની બહાર કાઢી લેવાયા હતા માર્ગ પર ગટર લાઇનનુ ઢોકણ ખુલ્લુ હોવાથી વારંવાર અકસ્માતો સર્જાયછે આ રસ્તા પર અસંખ્ય સ્કુલના બાળકો તેમજ વાહનોની અવર જવર રહેછે ગટર પર વહેતા પાણીના કારણે વાહન ચાલકોને ખાડાની જાણ થતી નથી જેના કારણે અકસ્માતો સર્જાયછે આ સમશ્યાનુ નિરાકરણ તત્કાલીન નહી લાવવામાં આવેતો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઇ શકેછે

Back to top button
error: Content is protected !!