સંતરામપુર અને કડાણા ખાતે શાળાઓના ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા ડ્રાઇવરો માટે માર્ગ સલામતી તાલીમ શિબિર યોજાઈ

સંતરામપુર અને કડાણા ખાતે શાળાઓના ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા ડ્રાઇવરો માટે માર્ગ સલામતી તાલીમ શિબિર યોજાઈ
*****
અમીન કોઠારી મહીસાગર
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આજે સંતરામપુર અને કડાણા તાલુકામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એમ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારી અને ખાનગી શાળાઓના ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા ડ્રાઇવરોને માર્ગ સલામતી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના બાળકોના પરિવહનને વધુ સુરક્ષિત બનાવવાનો અને ડ્રાઇવરોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન એમ.એમ. પટેલ દ્વારા પી.પી.ટી. ના માધ્યમથી ડ્રાઇવરોને વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતી, ઇમરજન્સી સેવાઓ અને ટ્રાફિકના વિવિધ સંકેતો વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. તાલીમના અંતે ઉપસ્થિત તમામ ડ્રાઇવરોને માર્ગ સલામતી અંગેના પત્રિકા (ટેમ્પલેટ) વિતરણ કરવામાં આવ્યા હતા અને સૌએ જવાબદાર નાગરિક તરીકે માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા અને સુરક્ષિત ડ્રાઇવિંગની સંસ્કૃતિ કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો




