GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના પીંગળી ગામે કલમ ની પુજા અર્ચના કરી દશેરા પર્વની શાનદાર ઉજવણી.
તારીખ ૧૪/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ગ્રામ્ય પરિવેશ માં જીવન ગુજારીશ કરતા સ્થાનિક રહિશ કવિ વિજય વણકર “પ્રીત” દ્વારા છેલ્લા બે વર્ષથી કલમ ની પુજા અર્ચના કરી દશેરા પર્વની શાનદાર ઉજવણી કરે છે ત્યારે બીજા વર્ષ માં મંગલ પ્રવેશ કરી તેઓએ આ વર્ષે પણ કલમ એજ શસ્ત્ર એજ મોટી ખૂબી છે સત્ય અને અસત્ય નો વેણબોલ કલમ ઉપજાવી શકે છે વડિલો ની એક કહેવત છે કે લખાણાં એ વંચાણા એમ ધર્મ અધર્મ ની વાત આવે તો માનવ ધર્મ એજ મોટો ધર્મ, એક કલમ થકી સર્જન સાધી શકાય છે સત્ય અસત્ય બોલતી કલમ પુરવાર કરી શકે છે વર્તમાન સમયમાં શિક્ષણ હશે, શિક્ષણ છે અને શિક્ષણ મેળવીશું તો જ આપણો ઉદ્ધાર થઈ શકે બાકી બાળકો ને હાથ માં જો કઈ આપવા જેવું હોય તો પુસ્તકો આપો પુસ્તકો જ આપણું જીવન ઘડતર ઉજાગર કરશે આ પર્વ નિમત્તે જલેબી નો પ્રસાદ લઈ મીઠું મો કરી ઉજવણી કરી હતી.