
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇસરી હાઈસ્કૂલ ખાતે વન અધિકારીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો .
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા ના ઈસરી ઞામે પ્રાથમિક સ્કુલ અને એન.યુ.બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2024 નવીન પ્રવેશપાત્ર બાળકો નો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સબ ડી.એફ.ઓ અજયસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.અને આ બન્ને સ્કુલ ઉપરાંત ઈસરી કલસ્ટર ના ખાનપુર ઞામે યોજાયેલ ક્રાયક્રમ માં મુખ્ય અતિથી તરીકે વનપંડીત દિનેશચંન્દ્ર ઉપાધ્યાય, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મેઘરજ અસારી સાહેબ, લાયઝન અધિકારી ધર્મેન્દ્રભાઈ પટેલ,આરોગ્ય પરિવાર વિભાગ ના કર્મચારીઓએ ઉપસ્થિત રહી બાળકો ને પ્રવેશ અપાયેલ.ત્રણેય સ્કુલોના તેજસ્વી તારલાઓનુ રાજ્ય ની અગ્રીમ વૃક્ષ ઉછેર માલપુર ગ્રામ વન વિકાસ મંડળી ધ્વારા સ્મૃતિભેટ આપી સન્માનીત કરાયેલ.





