GUJARATIDARSABARKANTHA

હિંમતનગરના વિરપુર અને વક્તાપુર ખાતે શ્રીમતિ શાહમીના હુસૈન (IAS) ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

હિંમતનગરના વિરપુર અને વક્તાપુર ખાતે શ્રીમતિ શાહમીના હુસૈન (IAS) ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

****

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના વિરપુર અને વક્તાપુર ખાતે પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ગર્વમેન્ટ,નર્મદા વોટર રીસોર્સ,વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ સચિવાલય શ્રીમતિ શાહમીના હુસૈન (IAS) ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રીમતિ શાહમીના હુસૈનને બાળકોને કુમકુમ પગલા પડાવી શિક્ષણ કિટ આપી શિક્ષણની નવીન યાત્રામાં પ્રવેશ કરાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ બાદ સચિવશ્રીએ સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રીમતિ શાહમીના હુસૈનને વિરપુર ખાતે ધોરણ-૧ માં ૩૩ અને બાલવાટીકામાં ૪૦ બાળકો તેમજ વક્તાપુર ખાતે ધોરણ-૧માં ૨૯ અને બાલવાટીકામાં ૩૭ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં શિક્ષકગણ, ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!