શહેરાની બાહી કુમાર શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૫

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસ તા.૨૮/૬/૨૦૨૫ ને શનિવારના રોજ શહેરા તાલુકાની બાહી કુમાર શાળામાં સ્કૂલ ઓફ કમિશ્નર,ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર (સેકંડરી) શ્રી જયેશ પટેલના વરદહસ્તે બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. તેમની સાથે લાયઝન અધિકારી તરીકે મોડેલ સ્કૂલ,કાંકરીના આચાર્ય શ્રી પ્રવિણભાઇ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં નાનાં નાનાં ભુલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યા બાદ શાળાના બાલવાટીકામાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ તકે દાતાઓ દ્વારા શાળાના તમામ બાળકો માટે અપાયેલ સ્કૂલ બેગ,નોટ્સબૂક, પેન, પેંસિલ, કલર્સ અને શૂઝનું તેમજ આંગણવાડીનાં બાળકોને ફ્રૂટ્સ, સુખડી, રમકડાં અને નાસ્તા માટેના બોક્સ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
ધોરણ ૩ થી ૮ ના એક થી ત્રણ ક્રમાંક મેળવનાર શાળાના તમામ બાળકોને પ્રમાણપત્ર અને ચોપડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સૌથી વધુ હાજરી ધરાવનાર બાળકો સહિત જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના અને નેશનલ મેરીટ ક્મ મિન્સ શિષ્યવૃત્તિ જેવી બાહ્ય પરીક્ષાઓમાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ચોપડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં બાહી ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ, વડીલો, બહેનો, સરપંચ શ્રીમતી પ્રિયંકાબેન , એસ.એમ.સી બાહી કુમાર શાળાના અધ્યક્ષશ્રી પ્રવિણભાઇ, આંગણવાડી કાર્યકર અને તેમનો સ્ટાફ તેમજ તેમના સુપરવાઇઝરશ્રી તેમજ બાહી કન્યાશાળાના આચાર્યશ્રી અને બાહી હાઇસ્કૂલના આચાર્યશ્રી ઉપરાંત બાહી સીઆરસીના કો.ઓર્ડીનેટરશ્રી બાબુભાઇ વણઝારા પણ ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.







