BHARUCHGUJARATJHAGADIYA

સુરત જિલ્લાના મોટી નરોલી ગામ ખાતે સહયોગથી સમુદાય જોડાણ પહેલ અંતર્ગત શાળા કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સુરત જિલ્લાના મોટી નરોલી ગામ ખાતે સહયોગથી સમુદાય જોડાણ પહેલ અંતર્ગત શાળા કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

 

ખાવડા ટ્રાન્સમિશન લાઈન (રિસોનીયા) અને દીપક ફાઉન્ડેશનના સહયોગથી વિદ્યાર્થીઓને સ્કુલ બેગ યુનિફોર્મ સ્ટડી ટેબલ વગેરે કીટનું વિતરણ કરવામાં આવ્યું.

 

સુરત જિલ્લાના મોટી નરોલી માંગરોળ બ્લોક ના શાળાના વિદ્યાર્થીઓને ખાવડા આઈવીસી પાવર ટ્રાન્સમિશન લાઇન્સ (રીસોનીયા) દ્વારા અને દીપક ફાઉન્ડેશને સહયોગથી સમુદાય જોડાણ પહેલ અંતર્ગત શાળા કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન મોટી નરોલી ગામ ખાતે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મોટી નરોલી પંચાયતના પ્રતિનિધિઓ તેમજ ખાવડા ટ્રાન્સમિશન લાઈનના (રીસોનીયા) વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી આપ્યું હતું, વિદ્યાર્થીઓ માતા પિતા તથા શિક્ષકોની ઉત્સાહભરી હાજરીએ કાર્યક્રમને વધુ હર્ષોલ્લાસભર બનાવ્યો હતો, આ પહેલના ભાગરૂપે મોટી નરોલી મોટું બોરસરા અને વાલેસા ગામની ત્રણ શાળાઓના કુલ ૧૭૦ થી વધુ વિદ્યાર્થીઓને શાળા કીટ વિતરણ કરવામાં આવી હતી, આ કીટમાં સ્કૂલ બેગ્સ, યુનિફોર્મ, પાણીની બોટલ અને અભ્યાસ માટેના સ્ટડી ટેબલ નો સમાવેશ થાય છે, આ ઉપકરણો વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ માટે યોગ્ય રીતે તૈયાર થવામાં અને પરિવારોની આર્થિક મુશ્કેલીઓ ઘટાડવામાં મદદરૂપ બનશે, કાર્યક્રમ દરમિયાન ખાવડા પાવર ટ્રાન્સમિશન લાઈન (રીસોનીયા) ના સુરત વિભાગના પ્રોજેક્ટ હેડ કુમાર ગૌરવ એ જણાવ્યું હતું કે આ પ્રયાસ દ્વારા અમારું લક્ષ એ છે કે દરેક બાળક શાળામાં હાજર રહે, રમતમાં જોડાઈ અને અભ્યાસ માટે સકારાત્મકતા અપનાવે, દીપક ફાઉન્ડેશન સાથેના સંયુક્ત દ્વારા અમને સંતોષ છે કે અમે બાળકોના ભવિષ્ય માટે એક આત્મવિશ્વાસ ભર્યું પગલું ભરી રહ્યા છીએ, દીપક ફાઉન્ડેશનના પ્રતિનિધિએ ખાવડા પાવર ટ્રાન્સમિશનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી પહેલો સ્કુલ છુટી ઘટાડવા અને બાળકોમાં અભ્યાસ માટે પ્રેમ જાગૃત કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, ઉપસ્થિત માતા-પિતા પૈકીના એ જણાવ્યું હતું કે આ સહાય અમારા માટે મોટી રાહત રૂપ છે, હવે અમારા બાળકો વધુ ઉત્સાહથી અભ્યાસ કરશે, કાર્યક્રમના અંતે બાળકોના ચહેરા પર ખુશી અને સંતોષની ઝળહળતી ઝલક જોવા મળી હતી, જે આ વિચાર પૂર્વકની પહેલનો સાચી અસરો દર્શાવે છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!