CHIKHLINAVSARI

ચીખલી તાલુકાના ગામોમાં નમી પડેલા વિજપોલ,ઝૂલતા જીવંત વીજતારો વિજકંપનીની પોલ ખોલી રહ્યા છે

સબ…

હાલમાં બદલાઈ રહેલા ઋતુચક્રને કારણે ઝડપી પવન ફૂંકાઇ રહ્યા છે જેને લઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના 

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી તાલુકાના ગામોમાં વિજકંપનીની ઘોરબેદરકારી સામે આવી રહી છે ઉલ્લેખનીય છેકે ચીખલી તાલુકાના અનેક ગામોમાં જોખમી નમી પડેલા વિજપોલ અને ટ્રાન્સફોર્મર તેમજ ખેતરોમાં જુલતા જીવંત વિજતારોને કારણે મોટા અકસ્માત થાય તો નવાઈ નથી. ચીખલી તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાય સમયથી વીજળીને લઈ અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે જેમાં હાલમાં ઋતુચક્રને કારણે ગમેતે સમયે માવઠું થવાને લઈ ઝડપી પવનો ફૂંકાઈ રહ્યા છે એવા સમયે નમી પડેલા વિજપોલ તેમજ ખેતરોમાં ઝૂલતા જીવંત વિજતારો મોટા અકસ્માતો સર્જે તો નવાઈ નથી જે રાનકુવા ગામે મુખ્ય રસ્તા પર નમી પડેલા ટ્રાન્સફોર્મર ના પોલ વીજકંપનીની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે.અવર જવર કરતા રસ્તાની બાજુમાં તેમજ ખેતરોમાં અનેક જગ્યાએ જીવંત વિજપોલ નમી પડેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તેમજ અનેક વિજપોલ અને ટ્રાન્ફોર્મેર પર ઝાડી,ઝખરા અને વેલાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.તેમજ જીવંત વિજતારો ખેતરોમાં ઝૂલતા જોવા મળી રહ્યા છે પ્રિમોન્સૂન કામગીરીનો રાગ આલોપતિ વિજકંપની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર કરી રહી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે વિજકંપનીની બેદરકારીને કારણે અનેકવાર રાત્રી દરમિયાન વિપુરવઠો ખોરવાતો હોય છે વીજપુરવઠો ખોરવાને કારણે ખેડૂતોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ નમી ગયેલા વિજપોલ અને ઝૂલતા જીવંત કેબલોને કારણે વિજને લગતી અનેક સમસ્યા સર્જાઈ રહી છે તેમજ અગાઉ નમી ગયેલા વિજપોલ તેમજ ખુલ્લા ટ્રાન્ફોર્મેરોનેમાં થતી સમસ્યાઓને કારણે અનેક ઘરોના ઉપકરણો ફૂંકાઈ જવાની પણ અનેક ઘટના બનવા પામી છે જેને લઈ વિજકંપની દ્વારા પ્રિમોન્સૂન કામગીરી બાબતે આળસ ખંખેરી વિજને લગતી સમસ્યાની દિશામાં સમસ્યાનું નિરાકરણ કરવાની જરૂર છે જેને લઈ હાલમાં બદલાઇ રહેલા ઋતુચક્રને કારણે ગમેતે સમયે આવતા માવઠા તેમજ ઝડપી ફૂંકાતા પવનોને લઈ મોટા અકસ્માતો ન થાય તેમજ વિજપુરવઠો ખોરવાઈ ન જાય અને વીજને લગતી સમસ્યાઓ ન સર્જાઈ જેથી પ્રિમોન્સૂન કામગીરીને લઈ વિજકંપનીએ સજાગ થવાની જરૂર છે.

 

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!