ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ સેન્ટ.સિરીલ સ્કૂલ માં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

આણંદ સેન્ટ.સિરીલ સ્કૂલ માં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

તારીખ : 03/12/2024, મંગળવારનાં રોજ આણંદ , પાધરિયા વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત સેન્ટ.સિરીલ સ્કૂલના પરિસરમાં સંચાલક જુલિયસ સિરીલ ડાભી અને ડૉલી જે. ડાભી તથા આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ શાળામાં બાળકો માટે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધોરણ 6 થી 8 ના બાળકો ઘ્વારા વિજ્ઞાન પ્રદર્શન માં નવીન મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દરેક વાલીઓએ મુલાકાત કરીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો તથા બાળકો ઘ્વારા મોડેલ્સ વિશે ખુબ સરસ રીતે સમજૂતી આપવામાં આવી હતી.આ વિજ્ઞાન મેળામાં બાળવૈજ્ઞાનીકોએ વિજ્ઞાનલક્ષી અનેક નવી કૃતિઓ રજૂ કરી હતી. અને કુદરતી પર્યાવરણની જાળવણી માટે અનેક ફ્લોટ્સ રજૂ કરી પર્યાવરણ જાળવણીનો ખૂબ જ સારો સંદેશ આપ્યો હતો. મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષક ભાઈ બહેનો અને બાળકોના વાલીઓ એ આ પ્રદર્શની નિહાળી હતી.

આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ધોરણ બાળકો દ્વારાસ્માર્ટ સિટી, ગ્રીનહાઉસ, સોલાર ગામ, ચંદ્યાન મોડેલ, હિટસેન્સર, ઔષધિય વનસ્પતિઓ, દેશી કૂલર, જવાળામુખી, જાદુઈકલા, એસિડ-બેઇઝના પ્રયોગો, પવનચક્કી, વોટર ફિલ્ટર, ચુંબકકાર, અન્ડર ગ્રાઉન્ડ રોડ, ગાણિતિક સૂત્ર અને ગાણીતિક કોયડાઓજેવા વિવિધ પ્રકારના વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોનેસમજાવતી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકો દ્વારાતૈયાર કરાયેલા આ વિવિધ પ્રકારના મોડલોને કુમાર ળાના બાળકો તેમજ વાલીઓએ પણ આ પ્રદર્શનને નિહાળ્યું હતું અને બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર પ્રદર્શનને સફળબનાવવા શાળા સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!