આણંદ સેન્ટ.સિરીલ સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

આણંદ સેન્ટ.સિરીલ સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
તાહિર મેમણ – આણંદ – 10/11/2025 – રવિવારનાં રોજ આણંદ પાધરીયા વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત સેન્ટ. સિરીલ સ્કૂલના પરિસરમાં સંચાલક જુલિયસ સિરીલ ડાભી અને ડૉલી જે. ડાભી તથા આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા વિજ્ઞાન પ્રદર્શનમાં નવીન મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતાં, જેમાં દરેક વાલીઓએ મુલાકાત કરીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો તથા બાળકો દ્વારા મોડેલ્સ વિશે ખુબ સરસ સમજૂતી આપવામાં આવી હતી. આ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળવિજ્ઞાનીકોએ વિજ્ઞાનલક્ષી અનેક કૃતિઓ રજૂ કરી હતી. મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષક ભાઈબહેનો અને બાળકોના વાલીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકો દ્વારા હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ,વોટર ડીસ્પેન્સર,હ્યુમન હાર્ટ,ગ્રીન
હાઉસ ઇફેક્ટ,બિલ્ડીંગ લીફ્ટ,હ્યુમન બ્રેઇન,ડેન્સીટી ઓફ લિક્વિડ,રેઈન વોટર હાર્વેસ્ટિંગ આવા વિવિધ પ્રકારના વિજ્ઞાનના સિદ્ધાંતોને સમજાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.આ સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવી હતી.





