GUJARATKUTCHMUNDRA

મુંદરાની એસ. ડી. શેઠીયા બી.એડ. કોલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી : ૨૩ જૂથો દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

વાત્સલ્યમ્ સમાચાર

પૂજા ઠક્કર મુંદરા કચ્છ

 

મુંદરાની એસ. ડી. શેઠીયા બી.એડ. કોલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી : ૨૩ જૂથો દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

 

મુંદરા :

આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ. ડી. શેઠીયા કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના ઇનોવેશન ક્લબ ના કોર્ડીનેટર ડૉ. દિનેશભાઈ પટેલ અને ગણિત વિજ્ઞાન પદ્ધતિના મેથડ માસ્ટર પ્રો. મોનાલીબેન પરમારના સંયુક્ત માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મરીન સાયન્સ કોલેજ માંડવીના અધ્યાપક ડૉ. નયનભાઈ ભુવાનું આચાર્ય ડૉ. કૈલાશભાઈ નાંઢા તથા અધ્યાપક ગણ પ્રો. કમળાબેન કામોલ, ડૉ. હિતેષભાઈ કગથરા, ડૉ. દિપકભાઈ પંડ્યા, ડૉ. દિનેશભાઈ પટેલ અને પ્રો. મોનાલીબેન પરમાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનો નંદીનીબા ઝાલા અને કિંજલબેન સોલંકી દ્વારા કરાયું હતું. દીપ પ્રાગટ્ય સમયે જીગ્નેશભાઈ આચાર્યના શ્લોક ગાન અને મગીબેન રબારીની પ્રાર્થનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓએ તમામ મહેમાનોને તુલસીનો છોડ આપી આવકાર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન આચાર્ય ડૉ. કૈલાશભાઈ નાંઢાએ પ્રદર્શનની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. ડૉ. દિનેશભાઈ પટેલે ઇનોવેશન વિશે અને પ્રો. મોનાલીબેન પરમારે કાર્યક્રમની થીમ “સાયન્સ સ્ટ્રાઇડ, ઈનોવેશન વિથ પ્રાઈડ” સમજાવી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તાલીમાર્થી વૃંદાબેન ઓઝાએ સી.વી. રામન પર અને મયુરસિંહ જાડેજાએ થીમ આધારિત વક્તવ્ય રજૂ કર્યું હતું. મુખ્ય મહેમાન ડૉ. નયનભાઈ ભુવાએ વિજ્ઞાનના મહત્વ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. પ્રદર્શનના નિયમોની સમજૂતી વિધિબેન ટાંક અને હાર્દવીબેન વૈદ્ય દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનશ્રીના હસ્તે રિબિન કાપી સાયન્સ એક્ઝિબિશન ખુલ્લું મુકાયું હતું, જેમાં પ્રથમ વર્ષના ૫૫ તાલીમાર્થીઓએ ૨૩ જૂથોમાં વિભાજીત થઈ ઉર્જા રૂપાંતરણ, એર પ્યુરિફિકેશન, હાઈડ્રોલિક લિફ્ટ અને વેસ્ટ પ્લાસ્ટિકમાંથી વિદ્યુત જેવા આકર્ષક મોડેલ્સ રજૂ કર્યા હતા.

આ પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે ડૉ. નયનભાઈ ભુવા અને ડૉ. દિપકભાઈ પંડ્યાએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું જીવંત કવરેજ અને ફોટોગ્રાફી તાલીમાર્થીઓ સિરાજભાઈ નોડે, વૃંદાબેન ઓઝા, જાકીરભાઇ છડીદાર અને શામરાભાઈ ગઢવીએ કરી હતી. પ્રાર્થના ખંડમાં સુંદર બ્લેકબોર્ડ વર્ક ભક્તિબેન, રવિનાબેન, અવનીબેન અને આશાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રવિનાબેન પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી. આ સફળ આયોજનમાં કોલેજના તમામ અધ્યાપકો, કર્મચારીઓ અને તાલીમાર્થીઓનો પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગ રહ્યો હતો.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!