હાલોલ:કલરવ શાળામાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી ની માહિતીથી સભર વિજ્ઞાન મેળા પ્રદર્શન નું આયોજન કરાયું હતું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૯.૨૦૨૪
કલરવ શાળામાં તા.6/ 9/ 2024 ને શુક્રવારના રોજ ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને તકનિકી વિષય પર ભવ્ય વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.ખેતી ,સ્વાસ્થ્ય, કચરાનું વ્યવસ્થાપન, દુરસંચાર વગેરે પેટા વિષય પર ધોરણ 6 થી 12 ગુ. મા. અને અં. મા.ના વિદ્યાર્થીઓ દ્વારા 125 થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવેલ. આધુનિક સમયમાં વધતા વિજ્ઞાનના વ્યાપને સામાન્ય લોકો સુધી વિજ્ઞાન મેળા ના આયોજન દ્વારા સરળતાથી સમજાવી શકાય તેવા હેતુથી આ પ્રદર્શનમાં આદિત્ય L-1, હાઇડ્રીલાઈઝર, માસિક ચક્ર ની સમજુતી, વિસરાતી વાનગીઓ, રેઈન ડિટેક્ટર, સ્માર્ટ રોપ વગેરે જેવી ઉમદા કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ.આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓની તાર્કિક અને વૈજ્ઞાનિક અભિગમ તથા તકનિકી કૌશલ્ય ની ચકાસણી કરી તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવી શકાય છે.એવા ઉમદા હેતુથી વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવે છે .આ વિજ્ઞાન મેળામાં ઉત્તમ કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓને યોગ્ય નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન કરી પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ. કલ્પનાબેન જોષીપૂરા તેમજ શાળાના ટ્રસ્ટી હાર્દીક જોષીપૂરા ઉપસ્થિત રહ્યા હતા.










