DANGGUJARATSUBIR

Dang:આણંદથી પરત ફરતી સુબિર નવજ્યોત હાઇસ્કૂલનાં વિધાર્થીઓ ભરેલી સ્કોર્પિયોને માંડવી નજીક અકસ્માત નડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની સુબીર નવજ્યોત હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લઈ સ્કોર્પિયો ગાડીમાં બેસી પરત ફરી રહ્યા હતા ત્યારે માંડવી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો…
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આવેલ નવજ્યોત શાળાના વિદ્યાર્થીઓ આણંદ ખાતે એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા.નવજ્યોત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આણંદ ખાતે એથ્લેટીક્સ દોડની સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીતીને શાળાની સ્કોર્પિયો ગાડીમાં સવાર થઈ પરત ફરી રહ્યા હતા.ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓથી ભરેલ સ્કોર્પિયો ગાડી.ન.જી.જે.30.એ.0070 જે માંડવીના મગતરા ગામ ખાતેથી પસાર થઈ રહી હતી.તે વેળાએ તેમને અકસ્માત નડયો હતો.આ સ્કોર્પિયો ગાડીમાં સવાર વિદ્યાર્થીઓ પૈકીનાં ચાર જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચતા બારડોલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં (1) બાદલ ધવલ ગામીત (ઉ. વ.16),(2) સંદીપ ગોવર્ધન માકેવાલ (ઉ. વ.16),(3) સંદીપ જીવન ગંગુર્ડે (ઉ. વ.16),(4) પિયુષ હિતેશ વાડુ(ઉ. વ.15)ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જ્યારે અન્ય 7 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પોહચી હતી.આ અકસ્માતનાં બનાવમાં સ્કોર્પિયો ગાડીને જંગી નુકસાન થયુ હતુ.

Back to top button
error: Content is protected !!