GUJARATNARMADATILAKWADA

નર્મદાના પિંડોલી સ્થિત હઝરત સૈયદ કમાલ બાબાની દરગાહ પર બીજા વાર્ષિક ઉર્ષ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા

નર્મદાના પિંડોલી સ્થિત હઝરત સૈયદ કમાલ બાબાની દરગાહ પર બીજા વાર્ષિક ઉર્ષ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા

વસિમ મેમણ તિલકવાડા

પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પિંડોલી સ્થિત હજરત સૈયદ કમાલ બાબા અને હઝરત સલામત પીરની દરગાહ આવેલી છે આ દરગાહ ઉપર હિન્દુ મુસ્લિમ દરેક ધર્મના લોકોની ભારે આસ્થા રહેલી છે એટલે દૂર દૂર થઈ લોકો આ દરગાહ પર આવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે આ દરગાહ ખાતે આજે હજરત સૈયદ કમાલ બાબાના બીજા વાર્ષિક ઉર્સ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા

ઉલ્લેખનિય છે કે નર્મદા જિલ્લાના પિંડોલી સ્થિત હજરત સૈયદ કમાલ બાબા અને હજરત સલામત પીર બાબાની દરગાહ આવેલી છે આ દરગાહ ઉપર મુસ્લિમ સમાજ ના લોકો સાથે હિન્દુ સમાજના લોકો ની પણ ભારે આસ્થા રહેલી છે એટલે દૂર દૂરથી લોકો આ દરગાહ પર આવતા હોય છે અને દરગાહ પર ફૂલ ચાદર ચઢાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરતા હોય છે. આ દરગાહ ઉપર આજ રોજ હજરત સૈયદ કમાલ બાબાના બીજા વાર્ષિક ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી બે દિવસીય આયોજિત આ ઉર્ષ માં ગત રોજ ઓરા ખાતેથી ભવ્ય જૂલુસ નું આયોજન કરવામાં આવ્યું ઓરા ગામે થી નિશાન અને ગોડા બગગી સાથે ભવ્ય ઝુલુસ નીકળી નગરના વિવિધ વિસ્તારો માં થઈ પિંડોલી સ્થિત દરગાહ ખાતે જુલુસ નું સમાપન કરવામાં આવ્યું ત્યાર બાદ દરગાહ પર સંદલ સરીફ ચડાવી દેશ માં ચેન અમન અને શાંતિ માટે દુવા કરવામાં આવી. સાંજ ના સમયે આમ ન્યાજ નું આયોજન કરવામાં આવ્યું ત્યાર બાદ રાત્રિના સમયે શાનદાર કવાલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં એક પછી એક કવાલી પ્રસ્તુત કરતા સૌ કોઈ મંત્ર મુગ્ધ બન્યા હતા. આ ઉર્ષ માં હિન્દૂ અને મુસ્લિમ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે સૌ કોઈ દરગાહ પર જીયારત કરવા માટે આવતા કોમી એકતા ના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Back to top button
error: Content is protected !!