જી. ડી. મોદી કોલેજ, પાલનપુર ખાતે UPSC અને GPSC માટે મેન્ટરશિપ કાર્યક્રમ અંગે સેમિનાર યોજાયો


જી. ડી. મોદી કોલેજ, પાલનપુર ખાતે UPSC અને GPSC માટે મેન્ટરશિપ કાર્યક્રમ અંગે સેમિનાર યોજાયો.જી. ડી. મોદી કોલેજ, પાલનપુર ખાતે UPSC અને GPSC પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિશેષ મેન્ટરશિપ કાર્યક્રમ અંગે સેમિનાર યોજાયો. આ સેમિનાર કોલેજના વિઝનરી ઉપપ્રાચર્ય ડૉ. એમ. એમ. દવેના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિક સેવાઓમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને વ્યવસ્થિત તૈયારી માટે સહાય પૂરું પાડવાનો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થતા ગંભીર અભ્યાસીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલ વન-ટુ-વન મેન્ટરશિપ કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન, તૈયારીની યોગ્ય રણનીતિ અને વ્યક્તિગત માર્ગદર્શન દ્વારા તેમની તૈયારીને વધુ મજબૂત બનાવવાનો છે.આ અવસરે સંકલ્પ ગુરુકુલમના એકેડેમિક ડિરેક્ટર શ્રી અભિમન્યુ સિંહ રાઠોડએ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. તેમણે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી, યોગ્ય અભ્યાસ પદ્ધતિ અને સતત માર્ગદર્શનના મહત્વ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમના પ્રેરણાદાયક સંવાદથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનું સંચાર થયું.વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન આર્થિક લાભ:આ મેન્ટરશિપ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ખૂબ જ સ્પર્ધાત્મક અને વિદ્યાર્થી-હિતચિંતક ફી માળખા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. અન્ય કોચિંગ ક્લાસની સરખામણીમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે એક મોટી સંપત્તિ (Asset) સમાન છે.આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને શહેરના અન્ય કોચિંગ ક્લાસની સરખામણીમાં ૭૦% સુધીની બચત થશે, જેનાથી આર્થિક રીતે નબળા વર્ગના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ પણ ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મેળવી શકશે. ઓછી ફીમાં મળતું વ્યક્તિગત મેન્ટરશિપ અને ઉચ્ચ કક્ષાનું માર્ગદર્શન આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ માટે એક અનોખી તક બનાવે છે.આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ આર્થિક રીતે સુલભ મેન્ટરશિપ પહેલ પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો હતો.








