Rajkot: વિંછિયાના ખડકાણા ગામમાં તળાવ ઊંડું ઉતારતા શ્રમિકો માટે છાંયડા સાથે ઠંડકની વ્યવસ્થા

તા.૨૩/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગરમીમાં કામ કરતા શ્રમિકોને પંચાયત દ્વારા આઇસક્રીમ વિતરણ કરાયું
Rajkot: હાલ ઉનાળાની આકરી ગરમીની અસરોથી બચવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાનનો અમલ થઈ રહ્યો છે. જે અંતર્ગત મનરેગા હેઠળ જોબકાર્ડ પર કામ કરતા શ્રમિકો માટે છાંયડા તેમજ તેમને ઠંડક મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
વિંછીયા તાલુકાના ખડકાણા ગામે હાલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (નરેગા) હેઠળ તળાવ ઊંડું ઉતારવાની કામગીરી ચાલી રહી છે. અહીં જોબકાર્ડધારક શ્રમિકોને ગરમીની સામે રક્ષણ મળી રહે તે માટે કામના સ્થળ વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં છાંયડા સાથે સ્થળ પર જ પીવાનું ઠંડુ પાણી, મેડિકલ કિટ રાખવામાં આવી છે. ઉપરાંત આઈસ્ક્રીમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત વિંછીયા પ્રમુખશ્રી, સરપંચશ્રી ગ્રામપંચાયત સભ્યો વગેરે જોડાયા હતા.





