GIR SOMNATHGUJARATKODINAR

સુગાળા પ્રા.શાળામાં “ONE CHILD ONE TREE CAMPAIN ” વિષય પર સેમિનાર યોજાયો.

તાલુકા કાનુની સેવા સમિતિ,સામાજિક વનીકરણ રેન્જ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે સુગાળા પ્રાથમિક શાળાના છાત્રોને સમજવામાં આવ્યું કે દરેક બાળક ઘર પાસે એક ઝાડ વાવે, એ શકય ન હોય તો કુંડામાં છોડ લાવીને ઘરમાં વાવે.જો દરેક બાળક આમ કરે તો ઘર ઘરમાં હરિયાળી આવી જાય.દિન પ્રતિદિન કાર્બન ભઠ્ઠી બનતી જતી આ પૃથ્વી પર શુદ્ધ પર્યાવરણ ફેલાય.પ્રકૃતિનો ભલે આપણે વિસ્તાર ન કરીએ પણ એને નુકશાન તો ન જ કરીએ.તેનુથાય એટલું જતન કરીએ.પ્રકૃતિનું જતન એ આખરે તો આપણું જ જતન છે.બાળકને સમજાવ્યું
તેમજ ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું .તેમજ કાયદો અને તેની જરૂરિયાત વિશે માહિગાર કર્યા.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર તેમજ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એ પંડ્યા અને એમ.ટી.સીડા ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને રવિ બી સોસા, ત્રિનેત્ર ફાઉન્ડેશનના સભ્ય શ્રી કરણભાઇ વાંઝા,રવિભાઈ વાંઝા તેમજ આચાર્યશ્રી તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!