BANASKANTHAGUJARATKANKREJ

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સંસ્કૃત અને સંસ્કૃતિ વિષય પર સેમિનાર યોજાયો..

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સંસ્કૃત અને સંસ્કૃતિ વિષય પર સેમિનાર યોજાયો..

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સંસ્કૃત અને સંસ્કૃતિ વિષય પર સેમિનાર યોજાયો..

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં તા.૨૫/૦૨/૨૦૨૬ ના રોજ *“સંસ્કૃત અને સંસ્કૃતિનું પુનરજીવન : ભારતીય જ્ઞાન પ્રણાલીના મૂળનો પુનરોદ્ધાર”* વિષય પર એક વિશિષ્ટ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન પ્રિ.ડો. ડી.એસ.ચારણના માર્ગદર્શન હેઠળ ડો.હરેશભાઈ દવેના અધ્યક્ષ સ્થાને ઉદ્દઘાટક કેળવણી મંડળના પ્રમુખ ધીરજકુમાર શાહ ઉપસ્થિત રહ્યા હતા.સેમિનાર ના બીજ રૂપ વકતા તરીકે ડો. લલિતભાઈ પટેલ,ડો મહાકાંતભાઈ જોષી,ડો. સમીરભાઈ પ્રજાપતિ સહીત અલગ અલગ કોલેજ માંથી અધ્યાપકો શોધછાત્રો, કોલેજના અધ્યપાકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતો.ડૉ ચારણે મહેમાનનું શબ્દોથી સ્વાગત કરી કાર્યક્રમ ની ભૂમિકા બાંધતા કહ્યું કે સંસ્કૃત માત્ર ભાષા નથી,પરંતુ જીવંત જ્ઞાનપ્રણાલી છે.જો દેશના યુવાનો સંસ્કૃત સાથે જોડાશે તો ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત નો પુનરોદ્ધાર શક્ય બનશે. જયારે બીજ રૂપ વક્તા ડો. લલિલભાઈ પટેલે વ્યાખ્યાન આપતાં કહ્યુ કે સંસ્કૃત સરળ છે વ્યવહાર ભાષા છે એમજ ભારતીય સંસ્કૃતિ સંસ્કૃતને આધીન છે. વધુમાં જણાવ્યું કે પ્રાચીન ભારતની જ્ઞાન પ્રણાલી સમૃદ્ધ હતી.બીજા વક્તા ડો. મહાકાન્તભાઈ જોષીએ વ્યાખ્યાન આપતાં કહ્યું કે સંસ્કૃત આ અભ્યાસથી ભારતીય સંસ્કૃતિ ના મૂળતત્વો -ધર્મ અહિંસા,સમન્વય અને વિશ્વબંધુત્વ ને સમજી શકાય છે.ડો.સમીરભાઈ પ્રજાપતિએ સંસ્કૃત ભાષાને ભારતીય જ્ઞાન પરંપરાનો મૂળાધાર કહી વૈદિક સાહિત્ય અને ઉપનિષદ ના તત્વ જ્ઞાન નું રસપાન કરાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530

Back to top button
error: Content is protected !!