વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે ૦૯/૦૧/૨૦૨૬ના રોજ “મહિલાઓની સેફ્ટી અને સિક્યુરિટી જાગૃતિ અંગેના સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૧૮૧ અભયમના ફિલ્ડ ઓફિસર શ્રીમતી દિપિકાબેન દ્વારા વિધાર્થીનીઓએ પોતાના સ્વબચાવ માટે ૧૮૧ નો સંપર્ક કઇ રીતે કરવો જેવી ઉપયોગી માહિતીઓ વિશે જાગૃત કર્યા હતાં.
મહિલા અને બાળ વિકાસ સહાયતા કેન્દ્વના શ્રીમતી હિનાબેન અને શ્રીમતી પ્રિતીબેન દ્વારા વિવિધ યોજનાકીય માહિતી અને કામ કાજના સ્થળોએ મહિલાઓની જાતિય સતામણી તેના અટકાવ, પ્રતિબંધ અને નિવારણ માટે વિદ્યાર્થીનીઓને જાણકારી પુરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોલેજના ૮૫ વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી ડૉ. એ. જી. ધારિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન WDC કોર્ડિનેટર શ્રીમતી.અમી પટેલ અને સંચાલન પ્રિયંકા રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.





