શ્રી સંસ્કાર ભારતી ગ્રુપ વિદ્યામંદિર, મોતેસરીના સંયુક્ત ઉપક્રમે “માતૃભાષા મહોત્સવ–2026”નો પરિસંવાદ કાર્યક્રમ ઉજવાયો.

19 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મોતેસરી ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી સંસ્કાર ભારતી ગ્રુપ વિદ્યામંદિર, મોતેસરીના સંયુક્ત ઉપક્રમે “માતૃભાષા મહોત્સવ–2026”નો પરિસંવાદ કાર્યક્રમ ઉજવાયો.ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા સાહેબની પ્રેરણાથી શ્રી સંસ્કાર ભારતી ગૃપ વિદ્યામંદિર,મોતેસરી માં “માતૃભાષા મહોત્સવ 2026” ઉજવાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અલ્પેશભાઈ પટેલ (સરપંચશ્રી, મોતેસરી) તથા અતિથિ વિશેષ તરીકે શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ (પ્રમુખશ્રી, શ્રી સંસ્કાર ભારતી ગ્રુપ કેળવણી મંડળ) હાજર રહ્યા હતા.વક્તા તરીકે ડૉ. પ્રેમજીભાઈ પટેલ અને શ્રી નીતિનકુમાર ગઢવી એ માતૃભાષાના મહિમા અંગે પોતાના વિચારો રજૂ કર્યા. કાર્યક્રમનું સંચાલન શ્રી મુકેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે સંયોજન શ્રીમતી રીંકલબેન હિંસુ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના નિમંત્રક તરીકે શ્રી વસંતકુમાર પટેલ (આચાર્યશ્રી) તથા ડૉ. જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્રા, ગુજરાત સાહિત્ય અકાદમી) રહ્યા હતા. કાર્યક્રમમાં કેળવણી મંડળના સભ્યો, સ્ટાફગણ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે શાળાના મ.શિ. અશ્વિનભાઈ પટેલે આભારવિધિ કરી હતી.




