AHAVADANGGUJARAT

ડૉ. ઝેડ.પી.પટેલની અધ્યક્ષતામાં વઘઇ ખાતે ખેત ઉત્પાદનના માર્કેટીંગની વ્યૂહરચના ઉપર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ

ખેત ઉત્પાદનના માર્કેટ વ્યવસ્થાપન માટે એફ.પી.ઓ. એક આશિર્વાદરૂપ છે.

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી. પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) ખાતે કૃષિ ઉત્પાદનના માર્કેટીંગની વ્યુહરચના ઉપર ૨ દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રીકલ્ચર, જયપુર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) ના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ વિષયો જેવા કે, નવસારી કૃષિ યુનિવર્સિટીની માર્કેટ માટેની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ, પ્રસ્તુત સમયમાં ડાંગ જિલ્લામાં મત્સ્યપાલનની ઉપયોગીતા, E-NAM નું મહત્વ અને પડકારો, કૃષિ માર્કેટમાં મૂલ્યવર્ધનનું મહત્વ, માર્કેટ રીસર્ચ અને માર્કેટીંગની રણનિતી, માર્કેટ માટેની ઓનલાઈન પધ્ધત્તિઓ, કૃષિ પેદાશો માટે વૈજ્ઞાનિક ઢબે ગ્રેડીંગ, પેકીંગ સ્ટાન્ડર્ડાઈઝેશનનું મહત્વ, માર્કેટીંગ માટે કોમ્યુનિકેશન સ્કીલનું મહત્વ, મહિલા સ્વ-સહાય જુથો માટે માર્કેટીંગની રણનિતી, ઓર્ગેનિક કૃષિ પેદાશો માટે માર્કેટીંગની રણનિતી, આત્મનિર્ભર થવા માટેની પહેલ તથા કૃષિમાં મૂલ્યવર્ધિત ઉત્પાદનોની વિઝીટ, મ્યુઝીયમ વિઝીટ, મશરૂમ બીજ ઉત્પાદન યુનિટ વિઝીટ, વિવિધ ફિલ્મ શો, વિગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી. પટેલ દ્વારા ખેત ઉત્પાદનના માર્કેટ વ્યવસ્થાપન માટે એફ.પી.ઓ. એક આશિર્વાદરૂપ છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. ટીમુર અહલાવત, ડૉ. હેમંત શર્મા, ડૉ. મનોજ પંડીત બ્રાહ્મણે, શ્રી બી.સી. નાગોર, ડૉ. ગૌતમ પરમાર અને ડૉ. એલ.વી. ઘેટીયા તથા કેવિકે વઘઈના વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાન આપી તાલિમાર્થીઓને માર્કેટીંગ અંગેની ઊંડી સમજણ પુરી પાડી હતી.
૨ દિવસીય પરિસંવાદના અંતે સર્ટીફિકેટ અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં આશરે ૧૦૦ થી વધુ ખેડૂતો તેમજ ડાંગ જિલ્લાના વિવિધ ખાતાના અધિકારીઓ, એફ.પી.ઓ., સખી મંડળની બહેનો, એન.જી.ઓ.નો સ્ટાફ વિગેરેએ રસ પૂર્વક ભાગ લઈ કારક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!