
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સરકાર શ્રી દ્વારા નિર્દેશિત વિકાસ સપ્તાહ ૨૦૨૪ સંદર્ભે સેમીનારનું આયોજન સંસ્થાના આચાર્યા શ્રી મતી રિંકું શુકલા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ના ઇન્સ્પેક્ટર ઓફ રજીસ્ટ્રેશન દિવ્યેશ પટેલ હાજર રહ્યા. એમણે ભારત સરકારની સિદ્ધિઓ તેમજ માનનીય પ્રધાન મંત્રી શ્રી નું વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે યુવાનોની ભાગીદારી અને ભૂમિકા વિષય તેમજ સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા. જેમાં ખૂબ મોટી સંખ્યામાં સંસ્થાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાનું NSS લોકલ યુનિટ દ્વારા કરવામાં આવ્યું.



