DAHODGUJARAT

દાહોદ ની સરકારી ઇજનેર કોલેજ ખાતે વિધાર્થીઓ અભ્યાસક્ર્મ સિવાય પણ અન્ય ક્ષેત્ર વિષે જાની શકે તે માટે એક સેમિનાર યોજાયો જેમાં પત્રકારત્વ વિષે માહિતગાર કરાયા

તા. ૧૮.૦૭.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ની સરકારી ઇજનેર કોલેજ ખાતે વિધાર્થીઓ અભ્યાસક્ર્મ સિવાય પણ અન્ય ક્ષેત્ર વિષે જાની શકે તે માટે એક સેમિનાર યોજાયો જેમાં પત્રકારત્વ વિષે માહિતગાર કરાયા

દાહોદ ની સરકારી ઈજનેરી કોલેજ ના પ્રોફેસર ઇશાક શેખ અને પ્રોફેસર બી.કે ચાવડા દ્રારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં વિધાર્થીઓ માત્ર ઈજનેરી અભ્યાસક્ર્મ સિવાય પણ અલગ અલગ ક્ષેત્રે કામ કરતાં અધિકારીઓ વ્યક્તિઓ વિષે માહિતગાર થાય તે હેતુસર સમયાંતરે અલગ અલગ વિભાગ ના વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવી તે ક્ષેત્ર વિષે જાણકારી અપાય છે જેના ભાગરૂપે આજે કોલેજ ના કોન્ફરન્સ હૉલ ખાતે યોજાયેલા કાર્યક્ર્મ માં પત્રકારત્વ વિષે માહિતગાર કરાયા હતા પત્રકાર શું છે ? સમાજ માં પત્રકાર ની ભૂમિકા અને પત્રકાર તરીકે કઈ રીતે કામ કરી શકાય તેમજ જાહેરજીવન માં પત્રકાર કઈ રીતે કામ કરે છે અને કેટલા પડકાર હોય છે મીડીયા સમાજ માટે કેટલું ઉપયોગી કઈ રીતે થઈ શકે તે તમામ પાસા ઑ વિષે સમજ આપી વિધાર્થીઓ ને માહિતગાર કરાયા હતા જેમાં પ્રથમ વર્ષ ના વિધાર્થીઓ જોડાયા હતા અને વિધાર્થીઓ ના મન માં રહેલા પત્રકાર વિષે ના પ્રશ્નો નું પણ સમાધાન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!