SURENDRANAGARWADHAWAN

રોટરી કલબ ઓફ વઢવાણ સિટી અને ડીલકસ બેરીંગના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

સી. યુ. શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બ્લડ બેંક ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

તા.09/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સી. યુ. શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બ્લડ બેંક ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

રોટરી કલબ ઓફ વઢવાણ સીટી અને ડીલકસ બેરીંગના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો ઘણા વર્ષોથી રોટરી કલબ ઓફ વઢવાણ સીટી થેલેસેમિયા સેન્ટર ચલાવે છે તેના લાભાર્થે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તેમણે તેમના ટાર્ગેટ મુજબ બ્લડ યુનીટ કલેકટર કરવામાં આવ્યું હતું આ પ્રોજેકટને સફળ કરવા માટે ડીલકસ બેરીંગનો સ્ટાફ, સી.યુ. શાહ મેડીકલ કોલેજ અને હોસ્પીટલની બ્લડ બેંક ટીમ તથા રોટરી કલબ ઓફ વઢવાણ સીટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી રોટરી કલબ ઓફ વઢવાણ સીટી થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ દર મહિને યોજશે આ પ્રોજેકટને સફળ બનાવવા માટે ડીસ્ટ્રીકટ ગવર્નર તુષારભાઈ શાહ, ફર્સ્ટ લેડી નેહલબેન શાહ તથા પીડીજી પ્રશાંત જાની ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેકટ ચેર રો.ડો. સેતુ સતાણી, રો. કાર્તિક પટેલ, સીયુ શાહ મેડીકલ કોલેજ અને હોસ્પીટલના ડીન ડો. રીનાબેન ગઢવી, પ્રેસીડન્ટ હીતા જાની, સેક્રેટરી અશ્ર્વિન ગઢવી તથા અન્ય મેમ્બર્સના સહકારથી આ પ્રોજેકટ સફળ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!