KUTCHMUNDRA

કચ્છને વાવાઝોડાની તારાજીમાંથી બહાર લાવવા અદાણી જૂથ દ્વારા એડીચોટીના પ્રયાસો

19-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

કચ્છને વાવાઝોડાની તારાજીમાંથી બહાર લાવવા અદાણી જૂથ દ્વારા એડીચોટીના પ્રયાસો

મહિલાઓ અને બાળકો જ નહીં, પશુધનની સુરક્ષાને પણ એટલું જ મહત્વ!

મુન્દ્રા કચ્છ :- બિપરજોય વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ કચ્છમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવાઈ રહી છે. આશ્રય ગૃહોમાં સૌને ફૂડ પેકેટ્સ અને તબીબી સારવારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એટલું જ નહીં, મહિલાઓ માટે સેનેટરી પેડ અને પશુધન માટે ઘાસચારા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. મોબાઈલ હેલ્થકેર યુનિટ અને અદાણી હોસ્પિટલના તબીબો હાઈ એલર્ટ પર રહી સેવાઓ આપી રહ્યા છે.નાના કપાયા અને ઝરપરાની શાળાઓ વલ્લભ વિદ્યાલય અને અહિંસાધામમાં આવશ્યક સુવિધાઓથી સજ્જ આશ્રયગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રયગૃહોમાં 12500+ ફૂડ પેકેટ્સ વિતરીત કરવામાં આયા છે. વહીવટીતંત્ર સાથે સંકલન કરી દરિયાકાંઠે વસતા રહેવાસીઓની સુરક્ષા સુનિસ્ચિત કરવા ભરસક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 22 ગ્રામ પંચાયતોને આવશ્યક PPE કિટ સહિત તબીબી સહાયનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. વાવાઝોડાના સંકટ બાદ સર્જાયેલી વિકટ પરિસ્થિતીને પહોંચી વળવા અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ અને તેમના ધર્મપત્નિ અમીબેન સમુદાયોની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોતરાઈ ગયા છે. એગ્રીપાર્ક અને એમએમ કોમ્પ્લેક્સ ખાતે તેઓએ સ્વયં જાત મુલાકાત લઈ બાળકોને ફૂડ પેકેટ્સ, ડ્રોઈંગ બુક્સ અને ચોકલેટ્સનું વિતરણ કર્યું હતું, APLના શ્રમિકો માટે ફૂડ સિસ્ટર સહેલી ગ્રુપ દ્વારા 30,000 જેટલા થેપલા બનાવી વિતરીત કરવામાં આવ્યા છે.અસરગ્રસ્તોની શારિરીક અને માનસિક ચિકિત્સા માટે ફાઉન્ડેશન દ્વારા ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 90+ OPD થકી દર્દીઓને તબીબી નિદાન અને સારવાર પુરી પાડવામાં આવી રહી છે. વિસ્થાપિતોમાં ઘર કરી ગયેલા ચક્રવાતી તોફાનના ડરને દૂર કરવા કાઉન્સિલીંગ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓ અને બાળકો માટે પથારીઓ અને ગાદલાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. છેવાડાના વિસ્તારોમાં પુરવઠાની અછત હોય ત્યારે RRWHS ટાંકીઓમાં પાણીનો સંગ્રહ તેમજ પશુધનની સુરક્ષા માટે ‘આવાજ દે’ની સુવિધાના માધ્યમથી માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે. ફાઉન્ડેશનની ટીમ દ્વારા ગામડાઓમાં પશુધન માટે ઘાસચારાના પુરવઠાની પણ તાબડતોબ વ્યવસ્થા કરવામાં આવી છે. માસિકધર્મની સ્વચ્છતાના મહત્વને ધ્યાનમાં રાખી કિશોરીઓ અને મહિલાઓને સહેલી સ્વયંસેવી સંગઠન દ્વારા તૈયાર કરાયેલા સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઢોરઢાંખર અને મશીનોનો નુકશાન વેઠી રહેલા ખેડૂતો માટે ફાઉન્ડેશન ભારોભાર સંવેદનાઓ ધરાવે છે. ધરતીપૂત્રોને ધરાશાયી ભારે વૃક્ષો અને કાટમાળ હટાવવામાં જેસીબી મશીન દ્વારા મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આફતની આ ઘડીએ ફાઉન્ડેશનની ટીમ જરૂરિયાતમંદોને સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.  દરિયાકાંઠે વસતા માછીમારોને સતર્ક કરવા આવાઝ દે દ્વારા સમયસર સંદેશાઓનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 10,000થી વધુ લોકોને આપત્તિકાળમાં તૈયારીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવી છે.


Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!