BHUJGUJARATKUTCH

અદાણી પબ્લીક સ્કૂલ- મુંદ્રા ખાતે મિલેટ્સને પ્રોત્સાહન આપતા જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું.

૧૯-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

અદાણી પબ્લીક સ્કૂલ- મુંદ્રા ખાતે મિલેટ્સને પ્રોત્સાહન આપતા જ્ઞાનસત્રનું આયોજન

NCC આર્મી કેડેટ્સ શ્રી અન્ન અંગે લોકજાગૃતિ ફેલાવવા કૃતસંકલ્પ

મુન્દ્રા કચ્છ :- અદાણી પબ્લીક સ્કૂલ મુંદ્રા ખાતે મિલેટ્સને પ્રોત્સાહન આપતા જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને જાડા ખાદ્યાન્નથી થતા સ્વાસ્થ્ય લાભો અંગે ઊંડી સમજ આપવામાં આવી હતી. શાળાના NCC આર્મી કેડેટ્સ આ જ્ઞાનસત્રમાં ઉત્સાહભેર ભાગ લઈ મિલેટ્સને વધુને વધુ વાપરવા તેમજ લોકજાગૃતિ ફેલાવવા કૃતસંકલ્પ બન્યા હતા. મિલેટ્સનો વધુ ઉપયોગ થાય તો જમીનની પૌષ્ટિકતા જળવાશે, ભારતીય ધાન્યને વૈશ્વિક ઓળખ મળશે, લોકોને આરોગ્ય અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે.    ભારત સરકારે જાડા ખાદ્યાન્ન માટે દેશને ગ્લોબલ હબ બનાવવાના હેતુથી વર્ષ 2023ને ‘ધ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે જાહેર કર્યું છે. તેનાથી શ્રી અન્નના ઉત્પાદનોનો વપરાશ અને મૂલ્ય-વધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. શ્રી અન્નના સ્વાસ્થ્ય લાભો અને ઉપયોગીતા સમજી તેના વપરાશમાં વધારો કરવા અદાણી જૂથ દ્વારા વિવિધ ઉપક્રમો ચલાવવામાં આવે છે. અદાણી પબ્લીક સ્કૂલે પણ તે દિશામાં પ્રયાસો આરંભ્યા છે. આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યરની થીમ “સ્વસ્થ મિલેટ્સ, સ્વસ્થ લોકો” રાખવામાં આવી છે. CBSE બોર્ડના રિસોર્સ પર્સન અને માસ્ટર ટ્રેનર ડૉ. મયુર પાટડિયા(આચાર્ય) એ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. તેમણે NCC કેડેટ્સને આહારમાં વધુમાં વધુ મિલેટ્સનો સમાવેશ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો તૈયાર કરી રોજિંદા જીવનમાં બાજરીનો ઉપયોગ કરવા ઊંડી સમજ વિકસાવી હતી. આ ઉપરાંત NCC કેડેટ્સે પ્રભાતફેરી દ્વારા લોક જાગૃતિ ફેલાવી અને નિબંધ લેખન દ્વારા આ વિષયક ઊંડી સમજ કેળવી. NCC આર્મી વિંગના ANO અમ્રિત સિંહ અને NCC નેવી વિંગના CTO જયરેખા શેઠે બાળકો ને પ્રેરણા પૂરી પાડી. અદાણી પબ્લિક સ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત અવનવુ શિક્ષણ મળતું રહે તે માટે પ્રયત્નશીલ છે. CBSE આધારિત અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓના બૌદ્ધિક, શારીરિક અને હોલિસ્ટીક વિકાસને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક, રમતગમત અને મૂલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. બાળકોને જવાબદાર અને સક્ષમ નાગરિક બનાવવા અદાણી પબ્લીક સ્કૂલના મિશનનું અભિન્ન અંગ છે. શાળામાં આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત મૂલ્યોનો સમન્વય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને મોર્નિગ એસેમ્બલીથી માંડીને સાપ્તાહિક ક્લબ પ્રવૃત્તિઓ, રચનાત્મકતા ઉભરતી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરુ પાડે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!