ARAVALLIBHILODAGUJARATMODASA

ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં સરપંચો સાથે પરિસંવાદ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં સરપંચો સાથે પરિસંવાદ યોજાયો

ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ચૌધરીની ઉપસ્થિતિમાં તાલુકાના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મામલતદાર કચેરીના સભાખંડમાં યોજાયો હતો, જેમાં ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગામોના સરપંચોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.પરિસંવાદ દરમિયાન તાલુકામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષકે સરપંચોને ગામ સ્તરે શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ સાથે સતત સંકલન રાખવા જણાવ્યું હતું. ગામોમાં ઉભા થતા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે પોલીસ તંત્રને સમયસર જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા સરપંચોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમાજમાં કાયદાનું પાલન તથા શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે સૌના સહકારની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!