નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા GST ના ફાયદા વિશે પરિસંવાદ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સરકાર દ્વારા GST નાં દરોમાં ઘટાડો કરાયો જેનાથી ગ્રાહકને રોજબરોજની વસ્તુઓની ખરીદીમાં થતી આર્થિક બચત અંગે માહિતગાર કરવાના હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલનાં માર્ગદર્શનથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા ટેકનોલોજી વીકની ઉજવણીનાં ત્રીજા દિવસે કૃષિમાં ICT સાધનનો ઉપયોગ અને GST નાં ફાયદા થીમ પર ન.મ.કૃષિ મહાવિદ્યાલયનાં કૃષિ અર્થશાસ્ત્ર વિભાગનાં પ્રાધ્યાપક અને વડા ડૉ. નરેન્દ્રસિંહનાં અધ્યક્ષસ્થાને પરિસંવાદ યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સુમિત સાળુંખેએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમના હેતુ અને વિષયથી ખેડૂત ભાઈ-બહેનોને પરિચિત કરાવ્યા. અધ્યક્ષસ્થાનેથી ડૉ. નરેન્દ્રસિહે જણાવ્યું કે સરકારશ્રી દ્વારા ગ્રાહકને ધ્યાનમાં રાખી જુદા જુદા ટેલોને એકમાં સમાવિષ્ટ કરી ટેક્ષનાં દરમાં જે ઘટાડો કરાયો છે. તેનાથી દેશનાં ગ્રાહકની ખરીદ શકિત વધશે અને આર્થિક સ્થિતિ સુધરશે અને દેશનું અર્થતંત્ર મજબૂત બનશે. આથી તેનાં જ્ઞાનની જાગૃત રહેવા ખેડૂતોને અપીલ કરી હતી. કાર્યક્રમનાં તાંત્રિક સેશનમાં કૃષિ અર્થશાસ્ત્ર વિભાગનાં મદદનીશ પ્રાધ્યાપક ડૉ. મહંમદ ખોરાજીયાએ ખેતી ક્ષેત્રે જુદા જુદા ખેત સાધનો, રસાયણો, જંતુનાશકો, ખાતરો વગેરે પર GST નાં ભૂતકાળનાં દરો અને વર્તમાન દરોના થટાડાથી થતાં ખેડૂતને આર્થિક બચત તેમજ માલ સામાનની ખરીદી પર GST દરનાં ઘટાડાથી થતા ગ્રાહકને ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કેવિકેનાં વૈજ્ઞાનિક ડૉ.સ્નેહલકુમાર પટેલે ગુજરાતમાં ICT ક્ષેત્રનાં વિકાસ તેમજ ICTS ઉપયોગ ખેડૂતોને ખેતી સંલગ્ન માહિતી જેમ કે હવામાન, બજાર ભાવ, પાકનાં રોગ-જીવાત, જમીનની તંદુરસ્તી અને નિષ્ણાંતની સલાહો વગેરેનું સચોટ માર્ગદર્શન ઘેર બેઠા ઈન્ટરનેટનાં માધ્યમથી મેળવવા માટેની સુલભતા સમય બચત સાથે જ્ઞાન વર્ધનનાં ફાયદા વિશે વિસ્તૃત છણાવટ કરી ખેતી સંલગ્ન પ્રમાણભૂત કૃષિ એપ્લિકેશન, વેબસાઈટ વગેરેની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં ખેડૂતોને સજીવ ખેતીની પહેલ માટે નિદર્શન તરીકે વર્મીબેડ વિતરણ કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં ૮૦ થી વધુ ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.