AMRELIGUJARATRAJULA

રાજુલા ના કથીવદર નજીક ગંભીર અકસ્માત

રાજુલા ના કથીવદર નજીક ગંભીર અકસ્માત

એકનું મોત બે ગંભીર

રાજુલા તાલુકાના કથીરવદર ગામ નજીક આજે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા રાજુલાની 10 વર્ષિય બાળકીનું મોત થયું હતું. જ્યારે બે મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતની આ ઘટના આજે સાંજે રાજુલાના તાલુકાના કથીરવદર ગામ નજીક બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર કંચનબેન ચેતનભાઈ શિયાળ(ઉ.વ.25), કિરણબેન માવજીભાઈ (ઉ.વ.10) નામની મહિલાઓ તેમના બાઈકમાં 10 વર્ષિય બાળકી શ્રૃતિબેન ચેતનભાઈ શિયાળને બેસાડી કથીરવદર નજીકથી પસાર થતા હતા.

ત્યારે પાછળની તરફથી પુરપાટ ઝડપે આવતા ઈકો કારના ચાલકે અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં શ્રૃતિબેન શિયાળનું મોત થયું હતું. જ્યારે કંચનબેન અને કિરણબેનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. બનાવને પગલે મરીન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી

Back to top button
error: Content is protected !!