વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સાપુતારા નવાગામનો યુવક પોતાની મોટરસાયકલ. ન.જી.જે.30.સી.4866 લઈ સાપુતારાનાં લોર્ડ્સ આકાર નજીકનાં પુલ પરથી પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ મોટરસાયકલ ચાલકે પુરઝડપે પુલની સંરક્ષણ એંગલ સાથે મોટરસાયકલને અથડાવી દેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પોહચતા તેઓને સારવારનાં અર્થે સાપુતારા સી.એચ. સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલને જંગી નુકસાન થયુ હતુ..
Sorry, there was a YouTube error.
Follow Us