GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર બાયપાસ રોડ ઉપર ટ્રેલર અને તુફાન જીપ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો.

સંતરામપુર બાયપાસ રોડ ઉપર ટ્રેલર અને તુફાન જીપ વચ્ચે ગંભીર અકસ્માત….

અમીન કોઠારી મહીસાગર….

અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે બે વ્યક્તિના કરુણ મત નિપજ્યા.

 

આશરે 13 જેટલા શ્રમિકો ઘાયલ થયા…

ઈજા પામેલાઓને સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર,સંતરામપુર શહેરના બાયપાસ રોડ વિસ્તાર મુરલીધર સ્કુલ નજીક આજરોજ વહેલી સવારના સમયે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના ઘટતા બે વ્યક્તિ નાં મોત ને 13જણા ઈજાગ્રસ્ત થયેલ છે. અમદાવાદથી પોતાના વતન દાહોદ જીલ્લામાં પોતાના વતનખાતે ગ્રામ પંચાયત ની આજે ચૂંટણી હોઈ મતદાન માટે ગામે પરત ફરી રહેલ.ને તૂફાન ગાડીમાં બેસીને 13 જેટલા મજૂરો હોંશેહોંશે આજની ચુંટણીમાં મતદાન માટે જ ઈ રહેલ ત્યારે આજે સવારે અંદાજે પાંચ વાગે ટાટા ટર્બો ટ્રેલર ને આ તુફાન જીપ વચ્ચે સંતરામપુર બાયપાસ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સ્થળ પર જ બે વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થવા પામેલ છે જ્યારે તુફાન જીપ માં બેસી મુસાફરી કરી રહેલા તમામ શ્રમજીવી ઓને આ અકસ્માતમાં નાનીમોટી ગંભીર ઈજાઓ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

 


અકસ્માત વહેલી સવારે પાંચ વાગ્યાના આસપાસ મુરલીધર પાસે થયો હતો, જયારે તૂફાન ગાડી અને ટ્રક આમને-સામને અથડાઈ ગયા હતા. ઘાયલોને 108 જાણ કરતા 108 ની કુલ 4 જેટલી ગાડીઓ સંતરામપુર ની 108 ના પાયલોટ હરિશ્ચંદ્રસિંહ લાલસિંહ રાણા ને ઈએમટી ધવલકુમાર પટેલ તથા બટકવાડા 108 ના પાયલોટ જીતેન્દ્રભાઇ દરજી ઇએમટી અશોકભાઈ પટેલ તથા ગોધર ગામના 108 ના પાયલોટ શુભમભાઈ પટેલ ઈએમટી બહાદુરસિંહ સિસોદિયા તથા કડાણા તાલુકાના 108 ના પાયલોટ રાજુભાઈ વાળંદ ઈએમટી અલ્પાબેન કિશ્ચન ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચયા હતા.તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તો ને સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં 108 એમ્બ્યુલન્સના પાયલોટ અને EMT ટીમો દ્વારા સરાહનીય કામગીરી કરેલ..
આ બનાવ માં વિક્રમ ડામોર (ઉ. 20), આહાન બાદલ ડામોર (ઉ. 34), સાહિલ ખડિયા (ઉ. 16), કમલેશ ખલસિંગ ખડિયા (ઉ. 50), શાંતાબેન ડામોર (ઉ. 27), રમીલાબેન ડામોર (ઉ. 48), સવિતાબેન કમલેશ ખડિયા (ઉ. 38), વિધાનસિંહ ખડિયા (ઉ. 12), દશરાજ ભંડોર (ઉ. 35), કવિતાબેન ડામોર (ઉ. 45), બાદલ રહેમાન ડામોર (ઉ. 25), અનિલભાઈ ડામોર (ઉ. 40), મંજુબેન કમલેશભાઈ ડામોર (ઉ. 27) નામના વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે અને બે વ્યક્તિઓના ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.સંતરામપુર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને ટ્રાફિક વ્યવસ્થા પણ પુન: સ્થાપિત કરીહતી ગંભીર રીતે ઘાયલ કેટલાક ઈજાગ્રસ્ત શ્રમજીવી ઓને વધુ સારવાર માટે દાહોદ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

આ ઘટના ને લઇને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.

Back to top button
error: Content is protected !!