
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા :- નવીન બસ સ્ટેન્ડ સામે ગંભીર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં બસની અડફેટ થી પુરુષનો પગ ગંભીર રીતે કચડાઈ ગયો, અકસ્માતના CC TV આવ્યા સામે
મોડાસા શહેરના આઇકોનિક બસ સ્ટેશન બહાર નીકળવાના માર્ગ પર આજે બપોરના સમયે અકસ્માતની ઘટના બની હતી. માહિતી મુજબ મોડાસા ડેપોથી નીકળેલી મોડાસા–થરાદ રૂટની એસ.ટી.બસ અજન્તા કોમ્પ્લેક્સ નજીક પહોંચતાં જ એક અજાણ્યો પુરુષ રસ્તાની વચ્ચે બેસેલો હતો જ્યાં બસ આવતાની સાથે જ તે રસ્તા પર આવી જતા અડફેટે આવ્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો
આ અકસ્માતમાં પુરુષનો પગ ગંભીર રીતે કચડાઈ ગયો હતો અને તે લોહીલુહાણ હાલતમાં ડિવાઇડર પાસે બેભાન અવસ્થામાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તરત જ પોલીસ તથા 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.સ્થળ પર પહોંચી પોલીસ દ્વારા ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે મોડાસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાની બાદ બસ ચાલક બસને સ્થળ પર જ મૂકી ફરાર થઇ ગયો હોવાની માહિતી મળી છે. હાલ મોડાસા પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરાર ચાલકની શોધખોળ ચાલુ છે. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ





