નરેશપરમાર. કરજણ,
વડોદરા થી કરજણ તરફ આવતા નેશનલ ન. 48 પર દર્શન હોટલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો
વડોદરાના પોર નજીક સુરતીઓને નડયો ગમખ્વાર અકસ્માત: પાવાગઢથી પરત ફરતા અર્ટિગા કાર હાઈવેથી નીચે ઉતરી, ચાર લોકોના સ્થળ પર મોત; ચાર ઈજાગ્રસ્ત
આજ રોજ ધૂળેટી ના દિવસે વડોદરા થી કરજણ બાજુ આવતા દર્શન હોટલ પાસે GJ05JL0108 નંબર ની આર્ટિગા ગાડીના ડ્રાઈવરે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ધડાકાભેર ગાડી ઝાડ સાથે અથડાયેલ જેમાં કુલ ૮ લોકો ફસાયેલ હોવાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કરજણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ની કામગીરી શરૂ કરી દીધેલ, જેમાંથી ૪ લોકો ને ૧૦૮ ની ટીમ દ્વારા સ્થળ પર જ મૃત જાહેર કરેલ તેમજ બાકીના ગંભીર રીતે ઘાયલ લોકો ને હોસ્પિટલ ખાતે ખસેડેલ.સરકાર શ્રી દ્વારા કરજણ ફાયર વિભાગ ને ફાળેવલ અત્યાધુનિક હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટ નો ઉપયોગ કરી ડ્રાઈવર તેમજ અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ફસાયા હોય તેમને ને રેસ્ક્યુ કરેલ તેમજ વડોદરા ફાયર વિભાગ ની પણ મદદ લીધેલ હતી ઘટના સ્થળે પોલીસ પોહચી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.