વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાના આહવા તરફથી પીપલાઈદેવી તરફ જઈ રહેલ ટેમ્પો જે ધવલીદોડ-પીપલાઈદેવીને જોડતા આંતરિક માર્ગનાં ધુડા ગામ નજીકના વળાંકમાં ચાલક દ્વારા સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ ટેમ્પો માર્ગની સાઈડની ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટેમ્પોને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો શરીરનાં ભાગે નાની મોટી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારીક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..