MALIYA (Miyana):માળીયા શહેનશાવલી પાટિયા પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો

MALIYA (Miyana):માળીયા શહેનશાવલી પાટિયા પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો
માળીયા હાઇવે પરથી કારમાં દારૂની હેરાફેરી કરનાર ઇસમને દબોચી લઈને માળિયા પોલીસે કારમાંથી મળી આવેલ દારૂની ૩૪૭ બોટલ અને કાર સહીત કુલ રૂ ૮.૭૬ લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કચ્છ તરફથી ઇકો સ્પોર્ટ કારમાં દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને માળીયા શહેનશાવલી પાટિયા પાસે કારને આંતરી લઈને તલાશી લેતા દારૂની ૩૪૭ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪,૭૧,૫૦૦ નો દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળીને કુલ રૂ ૮,૭૬,૫૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી અભિષેક મુકેશ બદીયાણી રહે જામનગર વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી મામા રહે સામખીયાળી વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલતા માળિયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









