ARAVALLIGUJARATMODASA

ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવાનનું અપહરણ કરી બેફામ માર માર્યાનો ગંભીર બનાવ – રામાધણીનું ચિત્ર દોરેલ ક્રેટા કારમાં લઈ જઈ વીડિયો બનાવી માફી મંગાવાઈ :- પોલીસે નોંધી ફરિયાદ 

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવાનનું અપહરણ કરી બેફામ માર માર્યાનો ગંભીર બનાવ – રામાધણીનું ચિત્ર દોરેલ ક્રેટા કારમાં લઈ જઈ વીડિયો બનાવી માફી મંગાવાઈ :- પોલીસે નોંધી ફરિયાદ

ટીંટોઇ : તા. ૦૪/૦૧/૨૦૨૬ ના રોજ સાંજના સમયે ટીંટોઇ તાલુકામાં એક યુવાનનું જાહેર રોડ પરથી અપહરણ કરી બેફામ માર માર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ યુવાનને સિલ્વર કલરની ક્રેટા કારમાં બેસાડી ઇસરોલથી આગળ મરડીયા ચેકપોસ્ટ પહેલા એક ખુલ્લી જગ્યામાં લઈ જઈ ફેટા અને ડંડા વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે ફરિયાદીના મોબાઇલ પરથી ફોન આવ્યો હતો. સામે છેડેથી બોલનાર ઇસમે પોતે દેવો ગોસ્વામી હોવાનું કહી ટીંટોઇ ખાતે મળવા બોલાવ્યો હતો. ફરિયાદીએ પોતાના ગામના હનુમાનજીના મંદિર પાસે આવવાનું જણાવતાં થોડા સમય બાદ એક સિલ્વર કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર મંદિર પાસે આવી ઉભી રહી હતી.આ કારમાં ડ્રાઇવર સહિત કુલ છ ઇસમો બેઠેલા હતા. પાછળની સીટમાં બેઠેલા ઇસમે પોતે દેવો ગોસ્વામી હોવાનું કહી ફરિયાદીને ગાડીમાં બેસાડ્યો હતો અને ત્યારબાદ ગાડી ટીંટોઇ હાઇવે તરફ લઈ જવાઈ હતી. થોડું આગળ જતા કોઈ કારણ વિના ફરિયાદીને મોઢાના ભાગે ફેટાથી માર મારવામાં આવ્યો હતો તેમજ આરોપીઓએ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આરોપીઓએ ફરિયાદીને ઇસરોલથી આગળ અને મરડીયા ચેકપોસ્ટ પહેલા એક ખુલ્લી જગ્યામાં ઉતારી ફરીથી ફેટા અને લાકડાના ડંડા વડે મોઢા, આંખ અને માથાના ભાગે માર માર્યો હતો. આ સમયે ગૌતમ ગીરીશભાઇ પટેલ નામના ઇસમે પણ માર માર્યો હોવાનો આરોપ છે.બાદમાં આરોપીઓએ ફરિયાદીને હાથ જોડાવી માફી માંગતો વીડિયો પણ બનાવ્યો હોવાના પણ આક્ષેપ છે મારામારી બાદ આરોપીઓએ ફરિયાદીને ફરીથી એ જ ક્રેટા કારમાં બેસાડી ટીંટોઇ હાઇવે પર ઇન્ડિયન પેટ્રોલ પંપ સામે ઉતારી દીધો હતો અને તમામ આરોપીઓ ગાડી લઈને મોડાસા તરફ ફરાર થઈ ગયા હતા. ફરિયાદી મુજબ કારનો નંબર GJ-18 BG-1425 હતો અને કારની પાછળ રામાધણીનું ચિત્ર દોરેલું હતું.આ ઘટનામાં ફરિયાદીને મોઢા, આંખ, ડાબા કાન તથા માથાના ભાગે ઇજાઓ થવા પામી હતી. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ ટીંટોઇ સીએચસી અને બાદમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. શરૂઆતમાં સમાજના વડીલોના દબાણને કારણે ફરીયાદ નોંધાવવામાં આવી ન હતી, પરંતુ ઇજાઓ વધુ ગંભીર બનતા અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદના આધારે દેવો શૈલેષગીરી ગોસ્વામી, ગૌતમ ગીરીશભાઇ પટેલ તથા તેમના અન્ય ચાર સાગરિતો વિરુદ્ધ અપહરણ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુનાઓ અંગે ટીંટોઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!