GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ABVP દ્વારા ગુજરાતના શૈક્ષણિક પરિપરોમાં ઘટેલી હિંસક ઘટનાનું પુનરાવર્તન અટકાવવા તથા પરિસરોની સુરક્ષામાં વધારો કરવાની માંગ સાથે એસ.પી આવેદન પત્ર

 

MORBI:મોરબી ABVP દ્વારા ગુજરાતના શૈક્ષણિક પરિપરોમાં ઘટેલી હિંસક ઘટનાનું પુનરાવર્તન અટકાવવા તથા પરિસરોની સુરક્ષામાં વધારો કરવાની માંગ સાથે એસ.પી આવેદન પત્ર

 

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

ABVP મોરબી દ્વારા આજ રોજ ગુજરાતના શૈક્ષણિક પરિપરોમાં ઘટેલી હિંસક ઘટનાનું પુનરાવર્તન અટકાવવા તથા પરિસરોની સુરક્ષામાં વધારો કરવાની માંગ સાથે પોલીસ અધિક્ષક કચેરી ખાતે એસ.પી સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

તાજેતરમાં ગુજરાત ના કર્ણાવતી (અમદાવાદ), કચ્છ ભુજ તથા મહીસાગરમાં વિધાર્થીઓ સાથે બનેલ હિંસક ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે. એટલું જ નહી કચ્છમાં નજીવી બાબતે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલ પર હાથ ઉપાડવાની ઘટના, જૂનાગઢમાં 17 વર્ષના વિધાર્થી પર હોસ્ટેલમાં થયેલ મારપીટ ગુજરાત વિશ્વવિધાલયમાં બોટની વિભાગના પૂર્વ પ્રાધ્યાપક દ્વારા જ વિશ્વવિધાલયની અંદર તોડફોડની ઘટના પણ સામે આવી છે. આ તમામ હિંસક ઘટનાઓમાં વિધાર્થીઓના ભાવિનું ઘડતર જ્યાંથી થાય છે તે શૈક્ષણિક પરિસર એ સામાન્ય ઘટક છે.

ઉપરોકત તમામ ઘટનાઓથી શૈક્ષણિક પરિસરોની સુરક્ષા પર ખૂબ મોટા સવાલો ઊભા થઇ રહ્યાં છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદ આ મુદ્દાની ગંભીરતાને ધ્યાન પર લઈ, આજે રાજ્યના તમામ જિલ્લા મથક પર શૈક્ષણિક પરિસરોની સુરક્ષામાં વધારો કરવાની માંગ સાથે પ્રદર્શનો કરી રહ્યું છે. વિધાર્થીઓ તથા પ્રાધ્યાપકની સુરક્ષા સુનિશ્વિત કરવા અભાવિપ નીચે મુજબની માગો કરે છે.

1. રાજ્યના તમામ શૈક્ષણિક પરિસરમાં વિધાર્થીઓની સુરક્ષા માટે પૂરતા સુરક્ષા કર્મીઓ જે તે સંસ્થા દ્વારા રાખવામાં આવે છે કે કેમ તેની સઘન તપાસ કરી શૈક્ષણિક પરિસરની સુરક્ષા માટે જવાબદાર વ્યક્તિઓની સૂચિ એક પોર્ટલના માધ્યમથી જે તે સંસ્થાઓમાં ભણતા વિધાર્થીઓના વાલીને મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.

2. શૈક્ષણિક પરિસરમાં અંદર તથા બહારની બાજુએ પૂરતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તથા આ તમામ કેમેરાઓની ફીડ એ પોલીસ કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ રાખવામાં આવે.

3. કેન્દ્ર સરકારના ‘Cigarettes and Other Tobacco Products Act’ (COTPA) 2003 ની કલમ 6 પ્રમાણે કોઈપણ શૈક્ષણિક પરિસરના 300 ફૂટની ત્રિજ્યામાં તમાકુ વેચવા પર પ્રતિબંધનના કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે.

4. શાળા/કોલેજ શરૂ થવાનાં સમયે જે તે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે જેથી ગુંડા તત્વોની પ્રવૃત્તિ પર કાબુ આવે.

ઉપરોકત વિધાર્થી હિતની આ તમામ માંગો પર ત્વરિત નિર્ણય કરી યોગ્ય પગલા લેવા અભાવિપની માંગ છે.

Back to top button
error: Content is protected !!