
તા. ૧૦. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાંન્ડા ખાતે દંપતી સંપર્ક પખવાડિયા અંતર્ગત લઘુ શિબિર યોજાઈ
વિશ્વ વસ્તી દિન ની ઉજવણી અંતર્ગત માન મુખ્ય જિલ્લા અધિકારી અને અધિક જિલ્લા અધિકારીના માર્ગદર્શન અન્વયે અત્રેના પ્રા આ કેન્દ્ર ટાન્ડા ખાતે દંપતી સંપર્ક પખવાડિયા અંતર્ગત લઘુ શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં આવેલ દંપતીઓ ને આરોગ્ય મા ચાલતી કુટુંબ કલ્યાણ ની વિવિધ પદ્ધતિ અંગે સમજ આપવામાં આવી જેમાં બિનકાયમી પદ્ધતિ જેવી કે અંતરા,કોપર ટી, ઓરલપિલ્સ, નિરોધ છાયા તેમજ કાયમી પદ્ધતિ જેવી કે લેપ્રોસ્કોપી,NSV, ટી એલ અંગે સમજ આપવામાં આવી અને તે પૈકી કોઈ એક પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા લાભાર્થીઓ ને બે બાળક વચ્ચે અંતર રાખવા અંગે સમજ આપવામાં આવી તેમજ વહેલા લગ્ન ના કરવા અંગે સજાવવા મા આવ્યા તમામ કુટુંબ કલ્યાણ ની સેવા ઓ પ્રા આ કે અને સબસેન્ટર ખાતે વિના મૂલ્યે આપવામાં આવશે તે અંગે સમજ આપવામાં આવી શિબિર મા પ્રા આ કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઈઝર , સી એચ ઓ,મ પ હે વ, આશા બહેન હાજર રહ્યા હતા




