GUJARATMAHISAGARSANTRAMPUR
મહિસાગર જિલ્લાના કલેકટર અર્પિત સાગરે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી*

*મહિસાગર જિલ્લાના કલેકટર અર્પિત સાગરે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી*

મહિસાગર જિલ્લાના કલેક્ટર અર્પિત સાગરે આજે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનની ચકાસણી કરી હતી. તેમણે પોલીસ સ્ટેશનમાં ચાલતી વિવિધ કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
આ અવસરે તેમણે પોલીસ સ્ટાફ સાથે મળીને પોલીસ સ્ટેશનમાં સુરક્ષા વ્યવસ્થા, ફરિયાદ નોંધણી પ્રક્રિયા તેમજ જાહેર વ્યવસ્થાની વિગતો વિશે માહિતી મેળવી. કલેક્ટરે લોકોના હિતમાં કાર્યક્ષમ અને જવાબદાર પોલીસ કામગીરી પર ભાર મુક્યો.
તેમણે અધિકારીઓને લોકોને વધુ સારી સેવાઓ આપવા અને કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન પણ આપ્યું.



