GUJARAT
Rajkot: રાજકોટના જી.આઈ.ડી.સી. ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તા.૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: “એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ અન્વયે વિશ્વ પર્યાવરણની ઉજવણી દુનિયાભરમાં કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટના જી.આઈ.ડી.સી. ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સર્વેને પ્લાસ્ટિકનો કચરો જમીન, પાણી, વન્યજીવન તથા પર્યાવરણ અને પર્યટન ઉદ્યોગને પહોંચાડતા નુકસાન અંગે અને એને નિવારવા લેવામાં આવતા પગલાંઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.