નસવાડી તાલુકાના ખેડૂતો માટે સહાયના નવીન ખરીદેલ ટ્રેકટરનો સ્થળ ચકાસણી કેમ્પ યોજાયો.

મૂકેશ પરમાર,, નસવાડી
એ.પી.એમ.સી નસવાડી ખાતે નસવાડી તાલુકાના ખેડૂતો માટે ટ્રેક્ટર સાધનમાં સહાય માટે માનનીય ધારાસભ્યશ્રી તથા માનનીય જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સ્થળ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ 135 ખેડૂતો દ્વારા ખરીદેલ નવીન ટ્રેક્ટર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 60 થી 65 લાખ રૂપિયા ની સહાયની ચુકવણી કરવામાં આવનાર છે. જેમાં માનનીય ધારાસભ્ય શ્રી અભેસિંગ તડવી સાહેબ દ્વારા ખેડૂતોને ખેતીવાડી વિભાગની સહાય લક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. તથા ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. અને વધુમાં વધુ ખેડૂતો આ યોજનાઓનો લાભ મેળવે એવી અપીલ કરવામાં આવી હતી…. તથા માન્ય જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ શ્રી બી.એસ પંચાલ દ્વારા હાલમાં ખેતીવાડી વિભાગમાં ચાલી રહેલ તમામ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




