રાજપીપળા એમ.આર. વિદ્યાલય ખાતે કૌશલ્ય ઉત્સવ યોજાયો : સમગ્ર જિલ્લામાંથી કૃતિ રજૂ થઈ

રાજપીપળા એમ.આર. વિદ્યાલય ખાતે કૌશલ્ય ઉત્સવ યોજાયો : સમગ્ર જિલ્લામાંથી કૃતિ રજૂ થઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળામાં આવેલ એમ.આર. વિદ્યાલય ખાતે નર્મદા જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બાળકોએ પોતાના ટ્રેડમાં કરેલી કામગીરી પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા લેવલ નો સ્કિલ કોમ્પિટિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિ જેવી કે. પ્રાકૃતિક ખેતી,બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ, સરદાર સરોવર નર્મદા ડેમ.જેવી અનેક કૃતિ બનાવીને બાળકોએ પ્રદર્શનમાં મૂકી હતી ત્યારે જેમાં નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી ડો, કિરણ પટેલ, એમઆર વિદ્યાલયના આચાર્ય યોગેશકુમાર વસાવા, અને શિક્ષકો દ્વારા બાળકોને કૃતિ નિહાળી હતી. જમીન વગર કેવી રીતે ખેતી કરી શકાય અને ધાબા પર કેવી રીતે ખેતી કરી શકાય અને એના શું ફાયદા છે તે બાબત પણ કૌશલ્ય ઉત્સવ માં રજૂ કરાઈ હતી




