BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ આરટીઓ કચેરી ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025 અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન ના ભાગરૂપે આજે ભરૂચ આરટીઓ કચેરી ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી.

શિબિરનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં થતા માર્ગ અકસ્માત અને અન્ય બીમારીઓમાં લોહીની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરટીઓ અને પોલીસ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર મેઘલ બંગાલ, માર્ગ સેફ્ટી ટ્રેનર વર્ષા પરમાર સહિતના આરટીઓ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલથી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાની સાથે માનવતાના કાર્યને પણ પ્રોત્સાહન મળ્યું છે.

Back to top button
error: Content is protected !!