જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટ્સ પાલનપુરના એન.એસ.એસની ખાસ શિબિર સેદ્દાસણ ગામમાં કરવામાં આવી

27 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ, પાલનપુર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ સંલગ્ન એન.એસ.એસ અંતર્ગત ખાસ શિબિર સેદ્દાસણ ગામમા વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજરોજ તારીખ:-27/01/2025 ના રોજ સેદ્દાસણ પ્રાથમિક શાળામાં સવારમાં વહેલા સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો સાથે શિબિર નું ખાસ ઉદ્ઘાટન કરવામાં સેદ્રસણ પ્રાથમિક શાળામાં કરવાના આવ્યું હતું જેમાં શાળાના વિધાર્થીઓ પ્રાર્થના અને શાળાના આચાર્ય તથા સ્ટાફ અને પોગ્રામ ઓફિસર, ગામના સરપંચ તથા આગેવાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ નયનાબેન અને ગામના સરપંચ પ્રેમજી ભાઈ પટેલે હાજર રહીને એન.એસ.એસની સમગ્ર ટીમને આવકારવા માટે આતુરતા અને તેમની લાગણીઓની સાથે સાત દિવસની શિબિરમાં સાથ સહકાર જેવી બાબતોથી પ્રોગ્રામ ઓફિસર અને સ્વયંસેવકોનો ઉત્સાહ અને સાથ સહકાર માટે જવાબદારી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ.એસ. જી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન એન.એસ.એસનાં પ્રોગ્રામ ઓફિસરડૉ .વિજય ભાઈ પ્રજાપતિ અને ડૉ. પ્રતીક્ષા પરમારે કર્યું હતું




