ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (૮ માર્ચ, ૨૦૨૬) નિમિત્તે Khelo India-ASMITA League અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું ભવ્ય આયોજન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (૮ માર્ચ, ૨૦૨૬) નિમિત્તે Khelo India-ASMITA League અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું ભવ્ય આયોજન

અરવલ્લીની મહિલાઓને સક્રિય સહભાગી થવા કલેક્ટર નું હાર્દિક આમંત્રણ

અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસર પર અરવલ્લી જિલ્લામાં Khelo India-ASMITA League હેઠળ મહિલાઓના રમતગમત અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે; આ કાર્યક્રમ કેન્દ્રીય યુવા કાર્ય અને રમત મંત્રાલય તથા MY Bharat પ્લેટફોર્મ દ્વારા દેશભરના ૨૫૦ જિલ્લાઓમાં મહિલા સશક્તિકરણ અને રમતગમતને પ્રોત્સાહન આપવાના રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે યોજાઈ રહ્યો છે, જેમાં હજારો મહિલાઓ અને યુવતીઓને રમતના માધ્યમથી આત્મવિશ્વાસ, નેતૃત્વ અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય મજબૂત કરવાની તક મળશે; આ કાર્યક્રમ ૮ માર્ચ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ સાવિત્રીબાઈ ફુલે જયંતિના દિવસે આયોજિત થશે, જેમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સવારે ૦૫:૩૦ કલાકેથી સહયોગ ચોકડીથી મહિલા પ્રતિભાગીઓ દ્વારા સાયકલિંગ ઇવેન્ટ અને સવારે ૦૭:૦૦ કલાકેથી ઓધારી તળાવથી શ્રી જે. બી. શાહ ઇ.એમ.આઈ. સ્કૂલ સુધી વૉકેથોનનું આયોજન કરવામાં આવશે; જિલ્લાની તમામ મહિલાઓ, યુવતીઓ, બાળકીઓ તથા અરવલ્લી જિલ્લાની કચેરીઓમાં ફરજ બજાવતી તમામ મહિલા અધિકારીઓ/કર્મચારીઓએ આ ઇવેન્ટ્સમાં ભાગ લેવો અનિવાર્ય છે અને તે માટે તમામ પ્રતિભાગીઓએ https://mybharat.gov.in પર “Khelo India-International Women’s Day Celebration (FLaMES 2026)” અથવા “Khelo India-ASMITA League” ઇવેન્ટ પર ૭ માર્ચ, ૨૦૨૬ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવીને કાર્યક્રમમાં હાજરી આપવી ફરજિયાત રહેશે;

અરવલ્લી જિલ્લાની મહિલાઓને સંબોધિત કરતાં કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકે વિશેષ અપીલ કરી કે, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ માત્ર ઉજવણી નથી, પરંતુ નારી શક્તિને આગળ વધારવાની અને સમાજમાં તેની ભૂમિકાને મજબૂત કરવાની તક છે; અરવલ્લીની દરેક મહિલા, યુવતી અને બાળકીને આ કાર્યક્રમમાં સક્રિય રીતે સહભાગી થવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું.આવો, સાથે મળીને રમતગમત દ્વારા આપણી તાકાત દર્શાવીએ, એકબીજાને પ્રોત્સાહન આપીએ અને જિલ્લાને વધુ સ્વસ્થ તથા સશક્ત બનાવીએ! ”જિલ્લાની તમામ સંસ્થાઓ, અધિકારીઓ, શાળા-કોલેજો, યુવા સંગઠનો તથા સમાજના તમામ વર્ગોને આ કાર્યક્રમને ભવ્ય બનાવવા સહયોગ આપવા વિનંતી છે અને વધુમાં વધુ મહિલાઓને જોડવા અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!