સાબરડેરી ખાતે સાબરડેરીની ખાસ સાધારણ સભા યોજાઈ

સાબરડેરી ખાતે સાબરડેરીની ખાસ સાધારણ સભા યોજાઈ
સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના લાખો ૫શુપાલક ૫રિવારો માટે સમૃઘ્ધિની સર્જક અને વિકાસની ધરોહર સમાન સાબરડેરીની ખાસ સાધારણસભા આજ રોજ તારીખઃ૩૧-૦૭-ર૦ર૪ ના રોજ ગુજરાત કો-ઓ૫રેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન તથા સાબરડેરીના ચેરમેનશ્રી શામળભાઈ બી.૫ટેલના અઘ્યક્ષ્ય સ્થાને યોજાઈ હતી, જેમાં પૂર્વ સાંસદશ્રી દિ૫સિંહજી રાઠોડ,બાયડના ધારાસભ્યશ્રી,સાબરડેરીના નવનિર્વાચિત નિયામક મંડળના તમામ સદસ્યો,સાબરડેરીના ભૂતપૂર્વ નિયામક મંડળના સભ્યશ્રીઓ,સહકારી આગેવાનો તેમજ સાબરડેરીની સભાસદ દૂધ મંડળીઓના પ્રતિનિધિશ્રીઓની હાજરીમાં યોજાઈ ગઈ.
દૂધ સંઘના મેનેજીંગ ડીરેકટરશ્રી સુભાષભાઈ ૫ટેલે ઉ૫સ્થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિશ્રીઓનું શાબ્દીક સ્વાગત કરી દૂધ સંઘે વર્ષ દરમ્યાન કરેલ પ્રગતિ અને સિઘ્ધિઓની છણાવટ કરી વિગતવાર માહીતી રજુ કરી હતી જેમાં વર્ષ દરમ્યાન ઐતિહાસિક સૌથી વધુ દૈનિક ૫૧.૧૩ લાખ કિલો દુધ સંપાદનની મોટી સિઘ્ધિ મેળવી, સરેરાશ દૈનિક ૩૩.૫૩ લાખ કિલો દુધ સંપાદન કરવમાં આવ્યુ હોવાનું જણાવી તેઓ ઘ્વારા ખાસ સાધારણ સભાની કામગીરીનું સંચાલન કરવામાં આવ્યું હતુ.
વધુમાં તેઓએ જણાવેલ કે,સાબરડેરી ઘ્વારા અહેવાલના નાણાંકીય વર્ષ દરમ્યાન દૂધ ઉત્પાદકોના આર્થિક વિકાસને લક્ષ્યમાં રાખી સતત આખુ વર્ષ રૂપિયા ૮૫૦ નો દુધનો પોષણક્ષમ ભાવ દુધ ઉત્પાદકોને ચુકવ્યો છે તેમ છતાં વર્ષ આખરે સરેરાશ પ્રતિ કિલોફેટ દૂધના ભાવ અહેવાલના વર્ષમાં રૂા.૯૯૦ પ્રમાણે રહયા છે આમ કિલો ફેટે રૂા.૧૪૦/- પ્રમાણે ભાવફેર ચુકવવામાં આવનાર છે. ભવિષ્યમાં ૫ણ દૂધના પોષણક્ષમ ઉંચા ભાવ આ૫વા તેમણે કટીબઘ્ધતા દર્શાવી હતી.ચાલુ વર્ષે રીટેન્શન મની એટલે કે પાછળથી વધારાની રકમ પેટે ઐતિહાસીક રૂપિયા ૬૦ર કરોડની માતબર રકમ સાબરડેરી સભાસદોને ચુકવી રહી છે જેને ઉ૫સ્થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિઓએ વધાવી લીધી હતી.તેઓએ જણાવેલ કે તમામ દુધ મંડળીઓને તા.ર/૦૮/ર૦ર૪ ના રોજ રીટેઈન મનીની રકમ ચુકવી આ૫વામાં આવનાર છે.
ખાસ સાધારણ સભાના અઘ્યક્ષ્ય સ્થાનેથી શામળભાઈ ૫ટેલે વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમીતભાઈ શાહ સાહેબના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્૫ની સિઘ્ધિ હેતુ સંઘ પ્રતિબઘ્ધ છે અને વાર્ષિક ભાવફેર અંગે છણાવટ કરતાં તેઓએ સભાને જણાવેલ કે અહેવાલના વર્ષ ર૦ર૩-ર૪ માં સરેરાશ પ્રતિ કિલોફેટ દૂધના ભાવ રૂા.૯૯૦ પ્રમાણે રહયા છે જે અગાઉના વર્ષે સંધ ઘ્વારા ચુકવેલ સરેરાશ પ્રતિ કિલોફેટ દૂધના ભાવ રૂા. ૯૩૩ ની સામે પ્રતિ કિલો ફેટે રૂા.૫૭/- વધુ ભાવો ચુકવેલ છે. અઘ્યક્ષ્ય સ્થાનેથી દુધના વ્યવસાયનું ભવિષ્ય ઉજળું હોવાનું જણાવી સમગ્ર વર્ષ દરમ્યાન દૂધ સંઘના કામકાજમાં દૂધ મંડળીના પ્રતિનિધિઓએ આપેલ સાથ અને સહકાર બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
ખાસ સાધારણ સભા પ્રસંગે સાબરડેરીના પૂર્વ વાઈસ ચેરમેનશ્રી જયંતિભાઈ ૫ટેલે ખાસ સાધારણ સભાના સમા૫ન પ્રસંગે આભાર વિધિ કરેલ હતી.


