આજે ઉનાઈ માતાજી મંદિર ખાતે યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં’દીપાવલી’ના અપેક્ષિત સમાવેશ પ્રસંગે વિશેષ કાર્યક્રમ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ Intangible Culture Heritageની આંતર-સરકારી સમિતિનું ૨૦ મું સત્ર તા. ૦૭ થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫ માટે “દીપાવલી”ને યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં સમાવેશ કરવા ભારત દ્વારા નામાંકન મોકલવામાં આવ્યું હતું. જેના અનુસંધાને આ પવિત્ર તહેવારના અપેક્ષિત સમાવેશની સુંદર શક્યતા ઊભી થઈ છે. આ પ્રસંગને ઉજવવા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ દીવા પ્રગટાવવાના, રોશની અને રંગોળીના કાર્યક્રમો આયોજન અંતર્ગત નવસારી જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર ખાતે તા.૧૦/૧૨/૨૦૨૫ ના રોજ સાંજે ૭:૩૦ થી ૮:૩૦ દરમિયાન વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાજ્યગૌરવ પ્રસંગે નવસારી જિલ્લાના નાગરિકોને ઉનાઈ માતાજી મંદિર ખાતે સહભાગી થવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે .




