BANASKANTHADEODARGUJARAT

બનાસકાંઠા અને વાવ – થરાદ જિલ્લામાં ૧૧ હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરાયા

*મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બનાસકાંઠા*
____________
*બનાસકાંઠા અને વાવ – થરાદ જિલ્લામાં ૧૧ હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરાયા*
____________
*No Mapping અને EF મતદારો માટે પુરાવા જમા કરાવવા ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ*
____________
*આ સેન્ટર ખાતે ફોર્મ ૬, ૬અ, ૭ અને ૮ માટે નાગરિકોને સરળ માર્ગદર્શન અને સુવિધા મળી રહેશે*
___________
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ

બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના No Mapping અને Uncollectable (EF) કેટેગરી સહિતના કોઈપણ મતદારોના પુરાવા જમા કરાવવા માટે તેમજ નાગરિકોને ફોર્મ ૬, ૬અ, ૭ અને ૮ સંબંધિત જરૂરી માર્ગદર્શન સરળતાથી મળી રહે તે માટે પાલનપુર કલેકટર કચેરી તથા મતદાર નોધણી અધિકારી સહિતની કુલ ૧૧ કચેરીઓ ખાતે હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

આજરોજ પાલનપુર કલેક્ટર કચરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી સી.પી.પટેલ દ્વારા ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કમ હેલ્પ ડેસ્ક સેન્ટરનું રીબીન કાપીને ઉદ્દઘાટન કરાયું હતું.

બનાસકાંઠા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.જી. નિનામાએ જણાવ્યું કે, SIR અંતર્ગત બનાસકાંઠા અને વાવ -થરાદ જિલ્લામાં મળીને કુલ ૧૧ હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરાયા છે. જેમાં એક – એક સેન્ટર પાલનપુર તથા થરાદ કલેકટર કચેરી ખાતે અને બાકીના ૯ સેન્ટર મતદાન નોંધણી અધિકારીશ્રીઓની કચેરીઓ ખાતે કાર્યરત કરાયા છે. આ સેન્ટર સવારે ૧૦ કલાક થી લઈને સાંજે ૬.૧૦ સુધી ચાલુ રહેશે. જાહેર રજાઓના દિવસ સિવાય આ સેન્ટરો ખાતે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના No Mapping મતદારો પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરાવી શકશે. નવા મતદારો પણ પોતાના ફોર્મ આ સેન્ટર મારફત જમા કરાવી શકશે.SIR બાબતે કોઇપણ મૂંઝવણ હોય તો આ સેન્ટર ખાતે માહિતી મળી રહેશે.

*બોક્સ*
– બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની ૯ વિધાનસભા વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા:- ૨૬,૨૪,૯૫૨
– ડ્રાફ્ટ રોલમાં સમાવેશ મતદારોની સંખ્યા:- ૨૪,૦૫,૩૨૫
– ASD મતદારોની સંખ્યા :- ૨,૧૯,૬૨૭ જેમાં ૬૫,૧૨૨ મૃત્યુ, ૨૧,૨૯૧ ગેર હાજર, ૧,૧૧,૭૪૪ મતદારોનું કાયમી સ્થળાંતર નોંધાયું છે.

“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
***

Back to top button
error: Content is protected !!