MORBIMORBI CITY / TALUKO

MORBI:માનસર પ્રાથમિક શાળામાં વય નિવૃત થતા શિક્ષકનો વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો

MORBI :માનસર પ્રાથમિક શાળામાં વય નિવૃત થતા શિક્ષકનો વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો

 

 

Oplus_0

આજે શ્રી માનસર પ્રાથમિક શાળાના માર્ગદર્શક , વૃક્ષપ્રેમી , પ્રકૃતિપ્રેમી , જીવપ્રેમી એવા શિક્ષક શ્રી ખાંભરા ઉગાભાઇ વય નિવૃત્ત થતા તેમનો માનસર ગામના સરપંચ શ્રી જીતુભાઇ ઠોરિયા અને ખાખરાળા ગ્રુપ શાળા ના આચાર્ય અશોકભાઈ સદાતીયા સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં વિદાય અને સન્માન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી. આ વિદાય કાર્યક્રમમાં નિવૃત થતા શિક્ષક શ્રી ઉગાસાહેબ નું શાળા પરિવાર દ્વારા સાલ અને પ્રશિસ્ત સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

 

Oplus_0

ઉપરાંત શાળા માં ગત શૈક્ષણિક વર્ષ 2023-24 અંતર્ગત જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા , બાલાચડી સૈનિક સ્કૂલ પરીક્ષા , CET , NMMS, જ્ઞાનસાધના પરીક્ષા માં પાસ થયેલ વિદ્યાર્થીઓ અને ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળા ના આચાર્ય શૈલેષભાઈ ધાનજા અને શિક્ષક શ્રી નીતેશભાઈ પડસુંબિયા દ્વારા અને બાળકો દ્વારા ઉગાસહેબ સાથે નોકરી દરમીયાન થયેલા અનુભવો વ્યક્ત કર્યા હતા અને નિવૃત્તિ બાદ નું જીવન સ્વસ્થ અને આનંદમય પસાર થાય તેની શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમ માં ગામના માજી સરપંચ શ્રી હેમલભાઈ દેથરીયા, ઉપસરપંચ વસંતભાઈ પંસારા, શાળા ના SMC અધ્યક્ષ પ્રફુલભાઈ બોપલીયા, તલાટી મંત્રી શ્રી રવિભાઈ કુવાડવા નારણકા પ્રા. શાળા ના આચાર્ય શ્રી મોહનભાઇ લાવડીયા , વનાળિયા પ્રા. શાળા ના આચાર્ય શ્રી નરેશભાઈ છત્રોલા અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા. અંતમાં મહેમાનો ગામના આગેવાનો અને શાળાના બાળકોએ સ્વરૂચી ભોજન કરીને આ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!